For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ હેડકવાર્ટરમાં ચાલુ પરેડે એ-ડિવિઝનનાં PSIને આવ્યો હાર્ટએટેક

04:43 PM Jun 29, 2024 IST | Bhumika
પોલીસ હેડકવાર્ટરમાં ચાલુ પરેડે એ ડિવિઝનનાં psiને આવ્યો હાર્ટએટેક
Advertisement

ગુજરાત અને રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે. નાની વયના લોકોને હૃદયરોગના હુમલાથી મોતના બનાવો લોકોમાં ચિંતા ઉભી કરી દીધી છે ત્યારે પોલીસ વિભાગમાં પણ કામના ભારણ અને નાઈટ ડયુટી સાથે સવારે ફરજિયાત પરેડના નિયમના કારણે પોલીસ વિભાગનાં કર્મચારીઓનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. રાજકોટનાં એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ આજે સવારે પોલીસ હેડકવાર્ટર ખાતે ચાલુ ફરજ દરમિયાન ઢળી પડયા હતાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં માત્ર રાજકોટમાં જ સવારની ડેઈલી પરેડમાં ફરજિયાત હાજર રહેવાનો તઘલખી નિર્ણય હોય જેનો પોલીસ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ છુટછાટ આપવા માંગતા નથી જેના કારણે આવા બનાવો બને છે.

રાજકોટમાં એ ડીવીઝન પોલીસ મથક હેઠળ આવેલી કોઠારીયા ચોકીમાં ફરજ બજાવતાં પીએસઆઈ બી.એચ.પરમાર આજે સવારના સમયે પોલીસ હેડકવાર્ટરમાં પરેડમાં હાજર હતાં ત્યારે અચાનક ઢળી પડતાં સ્ટાફે તેઓને તુરંત પોલીસ વાહનમાં નાખી ખાનગી હોસ્પિટલે ખસેડયા હતાં. ત્યારબાદ તબીબે જણાવ્યું હતું કે ફોજદારને હાર્ટએટેક આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના અમદાવાદ, વડોદરા અને સુરતમાં ડેઈલી પરેડ લેવાતી નથી તો રાજકોટમાં કેમ પરેડની અમલવારી કડક રીતે કરવામાં આવે છે તેમજ પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની કાર્યશૈલીથી પોલીસ બેડામાં પણ ખુબ કચવાટ જોવા મળી રહ્યો છે. પરેડના આડેધડ નિયમોમાં પોલીસ કમિશ્નર બ્રીજેશ ઝા સુધારા કરે તેવી માંગ પોલીસ સ્ટાફ કરી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement