For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રંઘોળા નજીક ઇકો કાર અને મિનિ ટેમ્પો અથડાતાં એક વ્યક્તિનું મોત

12:24 PM Apr 30, 2024 IST | Bhumika
રંઘોળા નજીક ઇકો કાર અને મિનિ ટેમ્પો અથડાતાં એક વ્યક્તિનું મોત

ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક આવેલ ભૂતિયા ગામના પાટિયા પાસે ઇકો કાર અને છોટા હાથી મીની ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,જ્યારે ચારથી પાંચ જેટલી વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક આવેલ ભૂતિયા ગામના પાટીયા પાસે આજે ઇકો કાર અને છોટા હાથી મીની ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા છોટા હાથી ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ગંભીર ઈજા થવાથી ઘનશ્યામભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

અકસ્માતની આ ઘટનાના પગલે સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ત્રણ 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને બનાવમાં ઇજા પામેલ સંજયભાઈ હીરાભાઈ ઘોડાસરા, દેવસ્થ સંજયભાઈ ઘોડાસરા, રિઝવાનભાઈ ઈબ્રાહીમભાઇ ઇંગોરા સહિતનાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement