For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના સુરાગ પરા ગામે બોરવેલમાં પડી દોઢ વર્ષની બાળકી!!! રેસ્ક્યૂ માટે તંત્રનું મેગા ઓપરેશન શરૂ

03:20 PM Jun 14, 2024 IST | Bhumika
અમરેલીના સુરાગ પરા ગામે બોરવેલમાં પડી દોઢ વર્ષની બાળકી    રેસ્ક્યૂ માટે તંત્રનું મેગા ઓપરેશન શરૂ
Advertisement

અમરેલીના સુરાગ પૂર ગામમાં દોઢ વર્ષની બાળકી પડી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે. સુરાગ પૂર ગામની વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ તેમજ NDRFની ટીમ પણ સ્થળ પર છે તેમજ બચાવ કામગીરી હાથ ધરાઈ છે. 108ની ટીમ દ્વારા પણ બાળકીને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આરોહિને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.જે ઘટનાને પગલે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement