For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં દોઢ વર્ષની બાળા રમતા-રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાતાં મોત

12:00 PM Jun 07, 2024 IST | admin
મોરબીમાં દોઢ વર્ષની બાળા રમતા રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાતાં મોત
closeup of the feet of a dead body covered with a sheet, with a blank tag tied on the big toe of his left foot, in monochrome, with a vignette added
Advertisement

શાપરમાં કારખાનામાં કામ કરતાં વૃધ્ધ ચક્કર આવતા બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડયો

મોરબીમાં રહેતા પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળાએ રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં પંચાસર ચોકડી પાસે કેનાલ રોડ પર આવેલા બન્ના એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની સોનાક્ષીબેન રાજુભાઈ પારગી નામની દોઢ વર્ષની માસુમ બાળા પોતાના ઘરે હતી ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં રમતા રમતા અકસ્માતે સીડી પરતી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળાએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલા કૈલાશધારા પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતાં રામબચ્ચનભાઈ મંગલભાઈ પ્રસાદ નામના 60 વર્ષના વૃધ્ધ કારખાનામાં હતાં ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં ચક્કર આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement