સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | રાજકોટ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ચૂંટણી પરિણામ પચાવી શેરબજારમાં નવો રેકોર્ડ

03:49 PM Jun 07, 2024 IST | admin
Advertisement
Advertisement

સેન્સેક્સ 76795ની નવી ટોચે, નિફ્ટીમાં 499 પોઇન્ટનો વધારો

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના દિવસે શેરબજારમાં નોંધાયેલા મોટા કડાકા બાદ માર્કેટ માત્ર 3 દિવસમાં રિકવર થયું છે. એનડીએને ચંદ્રબાબુ નાયડુ અને નિતિશકુમારનું સંપૂર્ણ સમર્થન મળતાં એનડીએની સરકાર નિશ્ચિત થઈ છે. બીજી બાજુ આરબીઆઈએ પણ જીડીપી ગ્રોથ મજબૂતપણે વધવાનો સંકેત આપતાં શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી છે. આજે સેન્સેકસમાં 76795નો નવો હાઇ નોંધાયો હતો અને નીફટી પણ 22320ની સપાટી પર પોંહચી ઓલ ટાઇમ હાઇથી થોડીક દુર રહી હતી.

સેન્સેક્સમાં 1721નો ઉછાળો નોંધાતા આજે સેન્સેકસ 76795ના ઓલ ટાઇમ હાઇ સુધી પોંહચી ગયો હતો. નીફટીમાંં આજે 499 પોઇન્ટનો ઉછાળો નોંધાતા 23320 સુધી પોંહચી ગઇ હતી. આ સાથે 4 જૂને શેરબજારમાં નોંધાયેલા મોટો કડાકો સળંગ ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની મૂડી રૂૂ. 26.86 લાખ કરોડ વધી છે. આજે ઓટો ઈન્ડેક્સ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર ઈન્ડેક્સે પણ સર્વોચ્ચ ટોચ નોંધાવી છે.

આજે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકે વ્યાજદરો યથાવત્ત રાખવાની સાથે જીડીપી ગ્રોથ અંદાજ 2024-25 માટે સુધારી 7.2 ટકા કર્યો છે. જેનાથી દેશની આર્થિક સ્થિતિ મજબૂત હોવાના સંકેત સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટીવ બન્યું છે.બીજી બાજુ એનડીએ દ્વારા સરકાર બનાવવાની કવાયત શરૂૂ થઈ ચૂકી છે.
સનફાર્મા, ડો. રેડ્ડી, સિપ્લા, સુવેન, સહિતના ફાર્મા શેરોમાં જોરદાર ઉછાળાના પગલે આજે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 36217.46ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. લગભગ ટોચની કંપનીઓની ઓટો સેલ્સ મેમાં વધ્યા હોવાની અસર ઓટો શેર્સ પર જોવા મળી છે. ઓટો ઈન્ડેક્સ 1.22 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મધરસન સુમી સહિતના શેરોમાં વોલ્યૂમ વધતાં તેજી નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે, 4 જૂને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં સાથે રોકાણકારોએ એક જ દિવસમાં 31 લાખ કરોડથી વધુની મૂડી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આ કડાકામાંથી ઉભરી આવ્યા છે, પરંતુ હજી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી દૂર છે.

Tags :
indiaindia newsstock market
Advertisement
Next Article
Advertisement