For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં છોટાહાથીની ઠોકરે સાઈકલચાલક નેપાળી યુવકનું મોત

12:18 PM May 22, 2024 IST | Bhumika
મોરબીમાં છોટાહાથીની ઠોકરે સાઈકલચાલક નેપાળી યુવકનું મોત
Advertisement

મોરબીમાં રહેતા પિતારાઇ ભાઇ પાસે છેલ્લા 10 દિવસથી કામ શિખવા આવેલો નેપાળી યુવાન કામ સબબ સાયકલ લઇને બહાર ગયો હતો ત્યારે છોટાહાથીના ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના વતની અને હાલ મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગની ઓરડીમાં રહેતા કેશવસિંગ ગોમરસિંગ નેપાળી નામનો 19 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યા અરસામાં સાયકલ લઇને ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જઇ રહ્યો હતો ત્યારે ખોડીયાર નગરના નાકા પાસે છોટાહાથીના ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કેશવસિંગ નેપાળી મોરબીમાં રહેતા પિતરાઇ ભાઇ રમણસિંગ નેપાળી પાસે છેલ્લા 10 દિવસથી કામ શીખવા માટે આવ્યો હતો અને ગઇકાલે કામ સબબ બહાર ગયો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement