For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરમીથી બચવા ઘર પાસે ખુલ્લામાં સૂતેલી યુવતીની પાડોશીએ છેડતી કરી

11:42 AM Jun 11, 2024 IST | admin
ગરમીથી બચવા ઘર પાસે ખુલ્લામાં સૂતેલી યુવતીની પાડોશીએ છેડતી કરી

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં કાળઝાળ ગરમીથી બચવા માટે યુવતી ઘર પાસે ખુલ્લા પ્લોટમાં સુતી હતી ત્યારે પાડોશમાં રહેતા શખ્સે યુવતીની છેડતી કરી બ્લાઉઝમાં રાખેલ રૂા.7,225ની રોકડ રકમ સાથેનું પર્સ પણ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ભગવતપરા વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના વાછરા રોડ પર રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો ગાગજીભાઈ મકવાણાનું નામ આપ્યું છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી કાળઝાળ ગરમીથી બચવા માટે ઘર પાસે ખુલ્લા પ્લોટમાં ખાટલો નાખીને સુતા હતા ત્યારે મોડીરાત્રીનાં આરોપીએ ફરિયાદી યુવતીની એકલતાનો લાભ લઈ ખાટલા પાસે જઈ શારીરિક અડપલા કરી બથ ભરવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ફરિયાદી જાગી જતાં આરોપીએ ફરિયાદી યુવતીને ધક્કો મારી પછાડી દીધી હતી. યુવતીએ દેકારો કરી મુકતા આરોપી પોતાના ઘરમાં નાસી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીના પરિવારજનો દેકારો થતાં બહાર આવ્યા હતાં અને બનાવની જાણ કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીએ બ્લાઉઝમાં રાખેલ રૂા.7,225ની રોકડ સાથેનું પર્સ પણ આરોપી લઈને નાસી ગયો હોવાનું જણાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement