For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારી પાસેથી પાંચ લાખ પડાવવાનું કાવતરું રચનાર મુંબઈની બારગર્લની કરાઈ ધરપકડ

04:33 PM Jun 12, 2024 IST | admin
વેપારી પાસેથી પાંચ લાખ પડાવવાનું કાવતરું રચનાર મુંબઈની બારગર્લની કરાઈ ધરપકડ

રાજકોટના ઈમિટેશનના વેપારીના તેની સ્ત્રી મિત્ર સાથેના ફોટા અને વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી મુંબઈની બાર ગર્લે બ્લેક મેઈલ કરી રૂૂા.95 હજાર બળજબરીથી પડાવી લઈ વધુ રૂૂા.પ લાખની માંગણી કરી ધમકી આપ્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અંગે ગુનો નોંધી મુંબઈની બાર ગર્લેને સકંજામાં લીધી છે.

Advertisement

આ મામલે શહેરના કોઠારીયા મેઈન રોડ પરની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા અને ઈમિટેશનનો ધંધો કરતા ઈમરાન યુનુસભાઈ ધાનાણી (ઉ.વ.34)એ નોંધાવેલી ફરીયાદમાં તિલકનગર, વેસ્ટ દિલ્હીની વતની અને હાલ મુંબઈની બાર ગર્લ ખુશ્બુ સતિષકુમારનું નામ આપ્યું છે.

ભક્તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી ખુશ્બુની ધરપકડ કરી હતી. ઈમરાને ફરીયાદમાં જણાવ્યુ હતું કે, પોતે છેલ્લા 12 વર્ષથી મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ઈમીટેશનને લગતો વેપાર ધંધો કરતો હોય બે વર્ષ પહેલા મુંબઈ પનવેલમાં નાઈટ રાઈડ બારમાં આરોહી નામની છોકરી સાથે પરીચય થયો હતો બાદ આ જગ્યાએ અવાર નવાર જવાનુ થતુ હતું. બન્ને કલોઝ ફ્રેન્ડ બની ગયા હોય સાથે ફરવા પણ જતા હતા. આરોહી સાથે ઇમરાન ફરવા જતો ત્યારે તેની આરોહીની ફ્રેન્ડ દિલ્હીની ખુશ્બુ જે પણ મુંબઈમાં બિન્દાસ બારમાં બાર ગર્લ તરીકે કામ કરતી હોય તે પણ સાથે ફરવા આવતી હતી. જેથી તેની સાથે પણ પરિચય થયો હતો ગઈ હતો.

Advertisement

બંન્ને થોડા સમય પૂર્વે રાજકોટ આવ્યા હતા ત્યારે સાથે ફરવા ગયા હતા.અને એક બીજાના ફોન નંબર લીધા હતા. થોડા દિવસ અચાનક ખુશ્બુનો ફોન આવ્યો અને ઇમરાનને કહ્યુ કે તારા અને આરોહીના સાથે ફોટા અને વિડીયો મારા મોબાઈલ ફોનમાં છે. જે વાઈરલ કરવાની ધમકી આપી હતી ઈમરાને ખુશ્બુને ફોટા અને વિડીયો ડિલીટ કરવાનું કહેતા ડિલીટ કરવા માટે રૂૂ.4,500 પડાવ્યા હતા. બાદ બીજીવાર તા.1-11-23ના ફોન કરી રૂૂા.40 હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા તેણે હવે મારી પાસે રૂૂપિયા નથી તેમ જણાવતાં આરોપીએ બીજા પાસેથી લઈને મને આપ નહીંતર ફોટો અને વીડિયો તારા અને ફેમિલીને મોકલી દઈશ તેમ જણાવ્યું હતું.

આથી તેણે તેના કઈના દિકરાના ખાતામાંથી રૂૂા.40 હજાર ટ્રાન્સફર કર્યા હતા. એમ કુલ તેની પાસેથી રૂૂા.95,500 પડાવ્યા હતા.

બે માસ પૂર્વે ખુશ્બુએ ફરી ઇમરાનને વોટસએપ કોલ કરી રૂૂા.પ લાખ આપવા પડશે, નહીં આપ તો ફોટા અને વીડિયો બંનેની ફેમિલીને મોકલી દઈશ તેમ ધમકી આપી રૂૂપિયા માંગ્યા હતા ત્યારે રૂૂા. 15 હજાર મોકલ્યા તો ખુશ્બુએ તારા 15 હજારની જરૂૂર નથી તેમ કહી 15 હજાર પાછા મોકલી પાંચ લાખની માંગણી કરી હતી. આથી ઈમરાને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર જાણ કર્યા બાદ આ અંગે ભક્તિનગર પોલીસ મથકન ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બાર ગર્લ ખુશ્બુને સકંજામા લઈ પુછપરછ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement