For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા પંથકમાં કેફી પ્રવાહી પીવડાવી સગીરા પર દુષ્કર્મ

12:32 PM Jun 06, 2024 IST | admin
દ્વારકા પંથકમાં કેફી પ્રવાહી પીવડાવી સગીરા પર દુષ્કર્મ
Advertisement

રૂપેણ બંદરના શખ્સ વિરૂદ્ધ નોંધાતો ગુનો

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દ્વારકા પંથકની એક સગીરાને ફોન કરી બોલાવી આરોપીએ સોડામાં કોઇ કેફી પદાર્થ પીવડાવી સગીરાને બેભાન કરી દૂષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પોલીસે રૂપેણ બંદરના શખ્સ વિરૂદ્ધ પોક્સો સહિતની ક્લમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો અનુસાર, દ્વારકા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રૂપેણબંદર ખાતે રહેતો મયુદ્દીન ભીખુ સમા નામના શખ્સે રાત્રિના સમયે ફોન કરીને સ્કૂલના ભાગે બોલાવી અને તેણીને સોડા જેવો પદાર્થ પીવડાવ્યો હતો. આ સોડામાં આરોપી મયુદ્દીન દ્વારા કોઈ પદાર્થ નાખી દેતા સગીરા બેભાન અવસ્થામાં આવી ગઈ હતી અને આરોપી દ્વારા તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ સગીરાના પરિવારજન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 376, 328 તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement