For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક સગીરનું મોત

02:03 PM May 21, 2024 IST | Bhumika
વાંકાનેરમાં કાર અડફેટે ઘવાયેલા બાઇકચાલક સગીરનું મોત
Advertisement

વાંકાનેરમાં ત્રણ દિવસ પૂર્વે કારખાનામાં કામ કરી સગીર રાત્રિના પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલક સગીરનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા વીસીપરામાં રહેતો અહેમદરજાક અનવરભાઈ બુખારી નામનો 17 વર્ષનો સગીર તા.17 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ કારખાનામાં કામ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વાંકાનેરમાં આવેલા મિલ પ્લોટ પાસે અજાણ્યા કાર ચાલકે સગીરના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સગીરને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સગીરનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને કારખાનામાં કામ કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement