For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકાના ખાંભા ગામે દારૂની મહેફિલમાં ડખ્ખો થતાં પરપ્રાંતીય યુવાનની હત્યા

04:43 PM Apr 24, 2024 IST | Bhumika
લોધિકાના ખાંભા ગામે દારૂની મહેફિલમાં ડખ્ખો થતાં પરપ્રાંતીય યુવાનની હત્યા

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામેથી ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીની અટકાયત કરી લીધી છે. જો કે હજુ સુધી મૃતક યુવકની ઓળખ મળી નથી. પોલીસની તપાસમાં મરનાર યુવાન અને આરોપી દારૂ લેવા સાથે ગયા હતાં અને ત્યારબાદ સાથે પાર્ટી કરવાનું નક્કી કર્યુ હતું. જેમાં ડખ્ખો થતાં ગળા પર તિક્ષ્ણ હથિયાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના ખાંભા ગામ પાસેથી ગઈકાલે અજાણ્યા 30 વર્ષના યુવકની ગળુ કાપેલ હાલતમાં હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરતાં રોડની નજીક આવેલ વાડીની ઓરડીમાંથી લોહિના ડાઘ મળી આવ્યા હોય હત્યા ઓરડીમાં જ થયા બાદ લાશને ઢસળીને રોડ પર ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે વાડીના માલીકની ફરિયાદ પરથી ખૂનનો ગુનો નોંધી લોધિકા પોલીસ અને એલસીબીનો કાફલો તપાસમાં જોડાયો હતો જેમાં પોલીસને ઓરડીમાંથી લોહીના ડાઘા મળ્યા હતાં. વાડી ભાગે વાવવા રાખનાર મજુર પર શંકા જતાં તેની અટકાયત કરી પુછપરછ કરતાં આરોપી પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો અને તેને જ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.

Advertisement

પોલીસની તપાસમાં બનાવના દિવસે મરનાર યુવાન અને આરોપી શાપરમાં એક જગ્યાએ સાથે જ દારૂ લેવા ગયા હતાં. જ્યાં બન્ને વચ્ચે ઓળખાણ થયા બાદ સાથે દારૂની પાર્ટી કરવાનુ નક્કી થયું હતુ અને ખાંભા ખાતે વાડીમાં સાથે દારૂની મહેફીલ માણતા હતા ત્યારે ડખ્ખો થતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ શ્રમિક યુવાનની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

આ હત્યાની ઘટનામાં આરોપી ઓળખાય ગયો છે પરંતુ હજુ સુધી મૃતક યુવાનની ઓળખ મળી નથી. મરનાર યુવાને કપાળ ઉપર રામ ત્રોફાવેલું છે જ્યાં જમણા હાથના ખંભા પર નરસિંહમા અને ટેટુ દોરાવેલ છે જેના આધારે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement