For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગાઇ માટે જતી બોલેરો પલટી જતાં આધેડનું મોત, 10ને ઇજા

05:22 PM May 13, 2024 IST | Bhumika
સગાઇ માટે જતી બોલેરો પલટી જતાં આધેડનું મોત  10ને ઇજા
Advertisement

સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો, અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી 1 જાનૈયા નું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય 11 જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા.

જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગયો હતો.

Advertisement

ઉપરોક્ત અકસ્માતમાં બોલેરો ની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના 50 વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તમામની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement