સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

11:19 AM Apr 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.
નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે. દરેકને સોંપવામાં આવેલ ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જામનગર લોકસભા મતવિસ્તારના રિટર્નીગ ઓફિસર અને જામનગરના જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement