For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં યોગ દિવસની ઉજવણીની તૈયારી માટે બેઠક યોજાઇ

11:39 AM Jun 17, 2024 IST | admin
મોરબી જિલ્લામાં યોગ દિવસની ઉજવણીની તૈયારી માટે બેઠક યોજાઇ

આયોજનની સમીક્ષા કરતા કલેકટર

Advertisement

મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

21 જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂૂપે આયોજન થાય તેમજ ધાર્મિક, ઐતિહાસિક, અને હેરિટેજ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં 16 થી 20 જૂન દરમિયાન શહેરના મુખ્ય સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement