જૂનાગઢના જીંજરી ગામે પરિણીતાએ સાસરિયાંઓના ત્રાસથી જિંદગી ટૂંકાવી
જૂનાગઢના જીંજરી ગામે રહેતા સાસરિયાંઓ દ્વારા પરણિતા ને શારીરિક માનસિક દુ:ખ ત્રાસ અપાતા પરણીતા કંટાળી જાય ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન કમાટી ભર્યું મોત નીપજતા માણાવદર ના જીલાણા ગામે રહેતા પરણીતાના પિતાએ દીકરીના સાસરિયાંઓ સામે દીકરીને મળવા મજબૂર કર્યાની ફરિયાદ આપતા પોલીસે આ સંદર્ભે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરતા સમગ્ર પંથકમાં આ વાતને લઈને ચકચાર ચકચાર વ્યાપી જવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના માણાવદર તાબે ના જીલાણા ગામે રહેતા પરણીતા ના પિતા ભરતભાઇ પુનાભાઇ રાઠોડ એ પોલીસને એવા મતલબ ની ફરિયાદ આપી હતી કે આરોપી સુનિલ ધીરૂૂ પરમાર પરણીતાનો પતિ,સાસુ હંસાબેન ધીરૂૂભાઇ પરમાર તેમજ પરણીતાની ઘરડી સાસુ નાનુબેન પરમાર રહે.ત્રણેય જીંજરી ગામ તા.માણાવદર વાળા આરોપીઓ જેમા આરોપી પરણીતા ના પતિ સુનિલ મરણજનાર જીંકલબેનના સાસુ હંસાબેન તથા આરોપી ઘરડા સાસુ નાનુબેન દ્વારા મારણજનાર ને શારીરીક માનસીક દુખત્રાસ આપી ફરીયાદી ની દીકરી મરણજનાર જીંકલબેન ને ઘરકામ બાબતે તથા રહેણી કહેણી બાબતે મેણા ટોળા બોલી તેમજ મરણજનારના પતિ આરોપી સુનિલ એ ખોટી શંકા કુશંકા કરી આરોપી સાસુ હંસાબેન તેમજ ઘરડી સાચું નાનુબેનની ચડામણીથી ઢીકાપાટુનો મારમારી દુખત્રાસ આપી મરવા મજબુર કરતા આરોપીઓના દુ:ખત્રાસ ના લીધે ફરીયાદી ભરતભાઈ રાઠોડ ની મરણજનાર દિકરી જીંકલબેન એ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેઓ મરણ જતા ગુન્હો કર્યા બાબત ફરિયાદ આપતા ઉપરોક્ત ત્રણેય સાસરીયા આરોપીઓ સામે આઇપીસી 306, 498(ક), 323, 114, કલમો અન્વયે પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી આ બનાવની તપાસ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ વાળા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.