For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદની નર્મદા કેનાલમાં મહિલા અને પુરુષ ડૂબ્યા

11:32 AM Jun 22, 2024 IST | admin
હળવદની નર્મદા કેનાલમાં મહિલા અને પુરુષ ડૂબ્યા

હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં બે દિવસ પહેલાના સમયે કોઈ અજાણી મહિલા નર્મદા કેનાલમાં ડૂબી હોવાને લઈ બે દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે તેમજ ગઈકાલે સુખપર પાસેથી એક યુવાને કેનાલમાં ઝંપલાવતા તેની પણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. વધુ વિગતો મુજબ,બે દિવસ પહેલા બપોરના આસપાસ હળવદ હાઇવે પર આવેલ હોટલ પરિશ્રમ પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં કોઈ અજાણી મહિલા કેનાલમાં ડૂબી હોવાને લઈ હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.તેમજ બીજા દિવસે સુખપર પાસેથી યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.હાલ મોરબી મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડનો સ્ટાફ છેલ્લા 24 કલાકથી બંનેની શોધખોળ કરી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement