For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભચાઉના ચોબારીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા

12:11 PM Jun 20, 2024 IST | Bhumika
ભચાઉના ચોબારીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા
Advertisement

યુવતીના પિતા અને ભાઇને સકંજામાં લઇ પોલીસે પૂછપરછ આદરી, ચોબારી ગામે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં યુવતી સાથેના પ્રેમ સંબંધ અને તેને મળવા જવા મુદ્દે બે શખ્સે વિષ્ણુ ઉર્ફે વિશન સવજી મણવર (આહીર) (ઉ.વ.21) ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી.હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.આ બનાવમાં બે આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે.

Advertisement

વધુ વિગતો મુજબ,ચોબારી ગામના મોમાયમોરામાં રહેનારા વિષ્ણુ ઉર્ફે વિશનની રાત્રિ દરમ્યાન ગમે ત્યારે હત્યા નિપજાવવામાં આવી હતી.જે યુવાનની હત્યા કરાઇ છે તેની સગાઇ ચારેક મહિના અગાઉ કરવામાં આવી હતી.ખેતી કામ સાથે સંકળાયેલો આ યુવાનનો પરિવાર ગત રાત્રે વાળુ-પાણી કરીને રાત્રે અગ્યારેક વાગ્યા સુધી પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા હતા.બાદમાં વિષ્ણુ પોતાના ઘરના ધાબા ઉપર સૂવા માટે ચાલ્યો ગયો હતો.જ્યારે તેના માતા-પિતા અને બહેન આંગણામાં તથા બનાવના ફરિયાદી અને આ યુવાનના મોટા ભાઇ રાહુલ મણવર પોતાના રૂૂમમાં સૂવા માટે ગયા હતા.

દરમ્યાન ગઈકાલે પરોઢે સવજીભાઇ જાગી જતાં વિષ્ણુ ધાબા પર ન મળતાં તેમણે ફરિયાદીને જગાડયા હતા અને વિષ્ણુ ઘરે હાજર ન હોવાનું જણાવ્યું હતું.દરમ્યાન આ યુવાનની લાશ કબીરનગરમાં એક ઘરમાં પડી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી અને તેના પરિવારજનો ત્યાં જતાં વિષ્ણુની લાશ લોહીથી લથ પથ હાલતમાં પડી હતી.તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ લાશનું પીએમ કરાયું હતું.આ યુવાનને માદેવા રણછોડ અમરા ઢીલા અને વિપુલ માદેવા રણછોડ ઢીલા નામના શખ્સોએ છાતીના નીચેના ભાગે પાંસળીમાં તથા પીઠના ભાગે છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી નાસી ગયા હતા.યુવાનની હત્યાના ચકચારી એવા બનાવ અંગે વધુ કોઇ બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું પી.આઇ. એસ.વી. ગોજિયાએ જણાવ્યું હતું.બે આરોપીઓને સકંજામાં લઇ પુછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement