For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલાના વાવેરા ગામે એક જ દિવસમાં ત્રણ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ

01:31 PM Jan 27, 2024 IST | Bhumika
રાજુલાના વાવેરા ગામે એક જ દિવસમાં ત્રણ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં હિંસક બનેલી સિંહણે એક જ દિવસમાં સતત ત્રીજા વ્યક્તિ પર હુમલો કર્યો છે.ખૂંખાર બનેલી સિંહણને પકડવા માટે દોડતા થઈ ગયેલા વન વિભાગને સફળતા મળી છે. જેમાં વન વિભાગ દ્વારા 10 કલાકના મેગા ઑપરેશનના અંતે સિંહણને પકડી પાડવામાં આવી છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આક્રામક બનેલી સિંહણે આજે સવારના પહોરમાં વાવર ગામમાં રહેતા વશરામભાઈ સોલંકી અને મંજુબેન સોલંકી પર હુમલો કર્યો હતો.જેથી બન્ને જણાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં વન વિભાગની ટીમ વાવેરા દોડી આવી હતી.વન વિભાગ દ્વારા સિંહણનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતુ, પરંતુ તેની કોઈ ભાળ નહતી મળી. એવામાં સિંહણે ધાતરવાડી ડેમ નજીક દિનેશ સાંખટ નામના યુવક પર હુમલો કર્યો હતો. સિંહણના હુમલામાં ઈજાગ્રસ્ત દિનેશને તાત્કાલિક 108માં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સિંહણને પાંજરે પૂરવા ઑપરેશન હાથ ધર્યું છુ. જેમાં 10 કલાકના મેગા ઓપરેશન બાદ વન વિભાગે ટેન્ક્યુલાઈઝરથી બેભાન કરીને પાંજરે પૂરી દીધી છે.અગાઉ વન વિભાગ દ્વારા સમગ્ર સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત માનવભક્ષી સિંહણના પગલે સ્થાનિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. જો કે હવે સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement