For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્વાસ થંભાવી દેતી મેચમાં છેલ્લા બોલે દિલ્હીનો વિજય

01:24 PM Apr 25, 2024 IST | Bhumika
શ્વાસ થંભાવી દેતી મેચમાં છેલ્લા બોલે દિલ્હીનો વિજય

દલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને4 રને હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 220 રન જ બનાવી શકી હતી. આ રીતે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 રને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલરે તોફાની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને 23 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો.

Advertisement

ડેવિડ મિલર સિવાય સાઈ સુદર્શને 39 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રિદ્ધિમાન સાહાએ 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં રાશિદ ખાને 11 બોલમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.દિલ્હી કેપિટલ્સ તરફથી રસિક દાર સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. આ સિવાય એર્નિક નોરખિયા, મુકેશ કુમાર અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હી કેપિટલ્સના 224 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શુભમન ગિલ 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ પછી રિદ્ધિમાન સાહા અને સાઈ સુદર્શન વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. રિદ્ધિમાન સાહાના આઉટ થયા બાદ દિલ્હી કેપિટલ્સના બોલરોએ પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂૂ કર્યું હતું. અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂૂખ ખાન અને રાહુલ તેવટિયા જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ડેવિડ મિલરે ચોક્કસપણે ગુજરાત ટાઇટન્સને આશા આપી હતી, પરંતુ શુભમન ગિલની ટીમ જીતી શકી ન હતી.

Advertisement

આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં સૌથી વધુ 88 રન, અક્ષર પટેલે 43 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement