For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના ખેડૂતે બે હજારનું રિફંડ મેળવવા જતા રૂા.પાંચ લાખ ગુમાવ્યા

01:19 PM May 17, 2024 IST | Bhumika
જૂનાગઢના ખેડૂતે બે હજારનું રિફંડ મેળવવા જતા રૂા પાંચ લાખ ગુમાવ્યા
Advertisement

જૂનાગઢ ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રૂૂપિયા 1949નું રિફંડ મેળવવા જતાં 37 વર્ષીય ખેડૂત અશોક કોરાટ નામની વ્યક્તિ સાથે અજાણ્યા વ્યક્તિ દ્વારા ₹5,14,995નો સાઇબર ફ્રોડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ સાઇબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ખાતે આઇપીસી 406, 420 તેમજ આઇટી એક્ટ અંતર્ગત નોંધાવવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા એમેઝોન ઓફિસના કર્મચારી તરીકેની ઓળખ આપવામાં આવી હતી.

સ્માર્ટ વોચના રૂૂપિયા રિફંડ કરી દેવાની લાલચ આપીને ખેડૂતના મોબાઇલ ફોનમાં કસ્ટમર સપોર્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવડાવવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતના એટીએમ કાર્ડની વિગતો તથા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લઈને કુલ 5,14,995 રૂૂપિયા ટ્રાન્સફર કરી લઈ પરત નહીં આપી ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે જૂનાગઢ જિલ્લાના સોરઠ ચોકી ખાતે રહે છે. 12 ડિસેમ્બર 2023ના રોજ એમેઝોન એપ્લિકેશનમાંથી પોતે એક સ્માર્ટ વોચ મંગાવી હતી. 17 ડિસેમ્બરના રોજ સ્માર્ટ વોચની ડીલીવરી ડીલીવરી બોય દ્વારા ઘર પર કરવામાં આવનાર હતી. પરંતુ તે સમયે ખેડૂત પોતાના ઘરે ન હોવાના કારણે ડીલીવરી મળી શકી નહોતી. તેમજ ત્યારબાદ પણ ડિલિવરી બોય પાર્સલ દેવા માટે ઘરે આવતા ખેડૂત તે સમયે ઘરે હાજર નહોતા. તેમજ ત્યારબાદ ડિલિવરી બોયને ફોન કરતા તેનો ફોન બે દિવસ સુધી લાગ્યો નહોતો. દરમિયાન એમેઝોન એપ્લિકેશન ખોલીને પાર્સલ બાબતે તપાસ કરતા રિફંડ ઇસ્યુ દેખાડતું હતું. ત્યારે ગુગલ સર્ચ એન્જિનમાં એમેઝોન ઓફિસ જુનાગઢ લખી સર્ચ કરતા તેમાં 9703 522 709 નામના નંબર જોવા મળ્યા હતા.

જેમાં ફોન કરતા એમેઝોન ઓફિસમાંથી બોલું છું તે પ્રકારનું સામાવાળા વ્યક્તિએ જણાવ્યું હતું. ત્યારે સ્માર્ટ વોચનું 1949ના પેમેન્ટ બાબતે પૂછતા વાતચીત કરનાર વ્યક્તિ એ તમને થોડી વારમાં રિફંડ મળી જશે તેવું જણાવ્યું હતું. ચાલુ વાતચીત દરમિયાન વોટ્સએપ મારફતે એક લિંક મોકલી આપી હતી અને તે લિંક મારફતે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યું હતું. લિંક પર ક્લિક કરતા કસ્ટમર સપોર્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ હતી. ત્યારબાદ એલાઉ ઓપ્શન પર ક્લિક કરવાનુ કહ્યું હતું. તેમજ બાદમાં ખેડૂતના એટીએમ કાર્ડના 16 આંકડાના નંબર, પાછળના ત્રણ આંકડાના સિવિવી નંબર તેમજ વેલીડીટી તેમજ પિનકાર્ડ નંબર માંગી હતી. ત્યારબાદ થોડી વારમાં કુલ પાંચ જેટલા ટ્રાન્ઝેક્શન થયા હતા જે અંતર્ગત 5,14,995 રૂૂપિયા જેટલી રકમ ઓનલાઇન ખેડૂતની જાણ બહાર ઉપડી ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement