For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીમાં આંગળિયાત ગમતો ન હોય પત્ની-પુત્રની હત્યા કરતો પતિ

12:56 PM Jan 31, 2024 IST | Bhumika
લીંબડીમાં આંગળિયાત ગમતો ન હોય પત્ની પુત્રની હત્યા કરતો પતિ

ભવનાથ સોસાયટીમાં માતા-પુત્રનું ગળું દબાવી હત્યા કરાયેલી લાશ મળી : ફોરેન્સિક પી.એમ.બાદ નોંધાતો ગુનો

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની ભીમનાથ સોસાયટીમાં આંગળીયાત પુત્ર સાથે બીજા લગ્ન કરતાં પરિણીતાએ બીજા પતિ મારફતે પુત્રને જન્મ આપ્યા બાદ પતિને આંગળીયાત પુત્ર ગમતો ન હોય જે બાબતે દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય ‘મારે બીજુ બાળક આવી ગયેલ છે. હવે તારી કે તારા દિકરાની કોઈ જરૂર નથી’ તેવા મેણાટોણા મારી બે દિવસ પહેલા માતા પુત્રની ગળુ દબાવી હત્યા કરી પતિ પોતાના પુત્રને લઈ ફરાર થઈ ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, લીંબડીની ભીમનાથ સોસાયટીમાં રહેતા સોનલબેન ચંદ્રકાંત ઉર્ફે ચીરાગ લાડોલા (ઉ.33) અને તેનો પુત્ર કિશન (ઉ.11)ની ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. જ્યારે પતિ ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ જગદીશભાઈ લાડોલા પોતાના પુત્ર રૂચિત (ઉ.4)ને લઈ ફરાર થઈ ગયાનું પોલીસમાં જાહેરાત થઈ હતી.

Advertisement

માતા પુત્રની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે બન્નેના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપ્યા હતાં. અને યુવતીના પરિવારજનોને જાણ કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં માતા પુત્રનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં લીંબડી પોલીસે સુરત રહેતા અને કોટક મહેન્દ્રા બેંકમાં સેલ્સ એજ્યુકેટીવ તરીકે નોકરી કરતાં યુવતીના ભાઈ દર્શન પ્રવિણભાઈ બારોટ (ઉ.32)ની ફરિયાદ પરથી પોલીસે લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચીરાગ જગદીશભાઈ લાડોલા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસની તપાસમાં સોનલબેનના પ્રથમ લગ્ન 14 વર્ષ પહેલા નડિયાદ ખાતે રહેતા ભરત બારોટ સાથે થયા હતા અને તેના દ્વારા સંતાનમાં પુત્ર કિશનની પ્રાપ્તી થઈ હતી. લગ્ન જીવન બાદ દંપતિ વચ્ચે અણબનાવ બનતાં છુટાછેડા લીધા બાદ નવ વર્ષ પહેલા સોનલબેનના લગ્ન લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ સાથે થયા હતા અને તેના દ્વારા ચાર વર્ષના પુત્ર રૂચિતની પ્રાપ્તી થઈ હતી.

બીજુ બાળક આવી ગયા બાદ પતિ અવારનવાર આંગળીયાત પુત્ર પર શંકા કરી માતા-પુત્રને હેરાન કરી ત્રાસ આપતો હતો અને ઝઘડા કરતો હતો પરંતુ પરિણીતા મુંગા મોંઢે સહન કરતી હતી. બનાવના દિવસે આરોપીએ ઉશ્કેરાઈ જઈ માતા પુત્રનું ગળુ દબાવી હત્યા કરી પેાતાના પુત્રને લઈ નાસી ગયો હતો. આ બનાવ અંગે લીંબડી પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી નાસી ગયેલા આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement