For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં મકાન પર વીજળી પડતાં છત પર તિરાડો પડી

12:04 PM Jun 27, 2024 IST | admin
વાંકાનેરમાં મકાન પર વીજળી પડતાં છત પર તિરાડો પડી

વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ મોકારી ગયેલ જનતાને થોડી રાહત આપતા મેઘરાજાએ ગઇકાલે સાંજે છએક વાગ્યે બીહામણા વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની ઇનીંગ શરૂ કરવા એક કલાકમાં એક ઇંચ પડી ગયાનું જાણવા મળી રહ્યું છે.
જયારે શહેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં આવેલ સત્સંગ હોલ શેરીમાં રહેતા સંજયભાઇ ભીંડોરાના મકાનની છત પર ધડાકા ભેર વિજળી ત્રાટકતા મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઇ હતી અને આસપાસના રહીશોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું.
ઘરમાં રહેલ ઇલેટ્રીક ઉપકરણોને ભારે નુકશાન પહોંચ્યુ હતુ સદ્દનશીબે કાઇ જાનહાનની થયેલ નથી.
આજના આ તોફાની વરસાદ શહેર ઉપરાંત તાલુકા પણ સારા વરસાદના વાવડ મળી રહ્યા છે.
(તસ્વીર: લિતેશ ચંદારાણા)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement