For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડાસાંગાણીના પીપલાણા ગામે રાજકોટના શખ્સ દ્વારા સંચાલિત ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ

12:24 PM Jun 20, 2024 IST | Bhumika
કોટડાસાંગાણીના પીપલાણા ગામે રાજકોટના શખ્સ દ્વારા સંચાલિત ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ
Advertisement

વાડીના માલિક સાથે ભાગીદારી કરી હતી : 6.95 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ

રાજકોટ જિલ્લામાં જુગારની મૌસમ ખીલી છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી ઠેર ઠેર ધમધમતા હાટડાઉપર પોલીસ તંત્ર દરોડા પાડી રહ્યું છે. જેમાં રાજકોટના નામચીન શખ્સ દ્વારા કોટડાસાંગાણીના પીપરાણા ગામે વાડીના માલીકની સાથે ભાગીદારી કરી ઘોડીપાસાની ક્લબ શરૂ કરી હોવાની એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધરાત્રે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટના પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 6.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે, ક્લબના સંચાલક સહિતના ત્રણ શખ્સો નાશી છુટ્યા હતાં.

Advertisement

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના પીપરાણા ગામે વાડીમાં ઘોડીપાસાની ક્લબ શરૂ થઈ હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા વાડીના માલીક કરણ ઉર્ફે નનકુ દળુભાઈ ચાવડા અને રૂખડિયા કોલોની રજાક નુરમમદ ચુડાસમા રહે નવા થોરાળા, હનીફ હુસેન શાહમદાર રહે મોરબી, ધર્મેશ ભોજારામ ભોજરાજ જેઠાણી રહે જંક્શન પ્લોટ, સુનિલ જમનાદાસ બખતિયાપુરી રહે જંક્શન પ્લોટ વાળાની ધરપકડ કરી રૂા. 1.60 લાખની રોકડ, પાંચ મોબાઈલ ફોન અને એક ફોરવ્હીલ મળી કુલ રૂા. 6.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસની તપાસમાં રાજકોટના કોઠારિયા રસુલપરામાં રહેતા નામચીન રાજન જુમા દલ નામના શખ્સે વાડીના માલીકની સાથે ભાગીદારી કરી ઘોડીપાસાની ક્લબ શરૂ કરી હતી. જ્યારે આ ક્લબમાંથી રાજકોટના અમિન ઉર્ફે સિકંદર કાદરભાઈ માકડ અને મોરબીનો રોબટ નામનો શખ્સ નાશી છુટવામાં સફળ થયા હતા. આ દરોડાની કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, ડી.જી. બડવા સહિતના સ્ટાફે કરી હતી.

વાસાવડમાં જુગાર રમતા 8 ઝડપાયા
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ખેતીની જમીનમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજુ નરેશ મકવાણા, વજુ વલ્લભ પરમાર, પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા, મયુર ભુપત પરમાર, આશિષ ભોળાભાઈ પરવાડિયા, ભરત સંભુભાઈ ધામેચા, મુકેશ મનસુખ પરમાર અને અરવિંદ સોમાભાઈ ધામેચાની ધરપકડ કરી 53,370ની રોકડ અને 3બાઈક મળી 1,03,370નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઉપલેટામાં જુગાર રમતા પાંચ ઝડપાયા
ઉપલેટા નજીક આવેલ વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા જગદીશ રામદેવભાઈ કરંગીયા, રામજી ઉર્ફે રામદે ગોગનભાઈ મેર, રમેશ લખમણભાઈ મેર, ચનાભાઈ દેવાભાઈ મેર અને રાજુભાઈ સામતભાઈ મેરની પોલીસે ધરપકડ કરી રૂા. 1,03,330નીરોકડ રકમ કબ્જે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement