For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની નર્સ પર વાંકાનેર પંથકના વિધર્મીએ ધરાર સંબંધ રાખી આચર્યુ દુષ્કર્મ

01:05 PM Jun 24, 2024 IST | admin
રાજકોટની નર્સ પર વાંકાનેર પંથકના વિધર્મીએ ધરાર સંબંધ રાખી આચર્યુ દુષ્કર્મ

હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતા શખ્સ સાથે યુવતીને પરિચય થયો હતો, અમદાવાદ અને યુવતીના ઘરે અવારનવાર બનાવી હવસનો શિકાર

Advertisement

રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 24 વર્ષની નર્સ પર તેની સાથે જ નર્સિંગનું કામ કરતાં મોરબી પંથકના કાનપર ગામના વિધર્મી શખ્સે તેણીના પરિવારને મારી નાખવાની ધમકી આપી તેની સાથે સબંધ રાખવા મજબુર કરી રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે યુવતીની ફરીયાદ પરથી દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
આ સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ,રૈયા ચોકડી નજીક રહેતી 24 વર્ષીય યુવતીએ પોતાની ફરીયાદમાં આરોપી તરીકે અર્ષદ ઈલિયાસ સેરસીયા (રહે. કાનપર, વાંકાનેર)નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેણી પરીવાર સાથે રહે છે અને ત્યાં નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. આરોપી શખ્સ પણ તે જ હોસ્પિટલમાં નોકરી કરતો હોય જેથી બંને વચ્ચે પરીચય થયો હતો અને એકબીજાની ઓળખાણ થયાં બાદ ક્યારેક ક્યારેક મોબાઈલમાં વાતચીત થતી હતી.દરમિયાન શખ્સ તેણીને વારંવાર ફોન કરી તેમની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.આરોપીને તેણીએ પ્રેમ સંબંધ નહીં રાખવા માટે અને ફોન નહીં કરવા જણાવતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીની ઘરે ઘસી જઈ તેણીના પરિવારને હેરાન કરી જાનથી મારી નાખવાની આપી ગાળો આપી હતી.
આરોપી શખ્સ યુવતી અને તેણીના પરિવારજનોને ધમકી આપતો હોવાથી અંતે કંટાળીને તેની સાથે સબંધ રાખવા માટે મજબૂર થઈ હતી.જે બાદ આરોપી યુવતીને અમદાવાદ ફરવા લઈ જઈ તેમની મરજી વિરૂૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.ઉપરાંત તેણીના ઘરે જ્યારે કોઈ હતું નહીં ત્યારે એકલતાનો લાભ લઇ તેણીના ઘરે ધસી જઈ યુવતી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.જે બાદ પણ આરોપીની વિકૃત હરકતોથી કંટાળી ગયેલી યુવતીને પરિવારજનોએ હિંમત આપતાં અંતે યુવતીએ ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એન.જે.મશાકપુત્રા અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement