For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડામાં એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત, ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી જતાં બની દુર્ઘટના, જાણો સમગ્ર મામલો

07:09 PM Dec 21, 2023 IST | Bhumika
કેનેડામાં એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત  ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી જતાં બની દુર્ઘટના  જાણો સમગ્ર મામલો

Advertisement

કેનેડામાં એક દુર્ઘટનામાં ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહેતા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતાં શ્વાસ રૂંધાવના કારણે નીલ પટેલ નામના ગુજરાતી યુવકનું મોત નીપજયું છે. આ યુવક મૂળ નવસારીના મોટી કરોડ ગામનો હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં છ લોકોને દાખલ કરવામાં આવ્યા હતાં જેમાંથી નવસારીના આ યુવકનું મોત થયું હતું. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે.

આ પેહલા પણ કેનેડામાં કુલ 3 ગુજરાતી વિદ્યાર્થીના મોત થયા છે. જો આ વિદ્યાર્થીઓના મૃત્યુનું કારણ જોવામાં આવે તો તે વિચિત્ર લાગે છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા આ રહસ્યમય મૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement