For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર બાળકોના દાદીમાએ સાડાચાર કલાકથી વધુ પ્લેન્ક કરી રચ્યો રેકોર્ડ

12:42 PM Apr 16, 2024 IST | Bhumika
બાર બાળકોના દાદીમાએ સાડાચાર કલાકથી વધુ પ્લેન્ક કરી રચ્યો રેકોર્ડ

શરીરને ચુસ્ત રાખવા માટે પ્લેન્ક સૌથી મહત્ત્વની કસરત માનવામાં આવે છે. સામાન્ય લોકો પાંચથી મેક્સિમમ દસ મિનિટ માટે પ્લેન્ક કરી શકતા હોય છે પણ કેનેડાની એક મહિલાએ બે-પાંચ મિનિટ નહીં, પણ સળંગ 4 કલાક 30 મિનિટ અને 11 સેક્ધડ સુધી પ્લેન્ક કરીને વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો. ડોના વિલ્ડ નામની આ મહિલાની ઉંમર 58 વર્ષની છે અને તેઓ 12 બાળકોનાં દાદીમા છે.

Advertisement

કેનેડાના મેગરથ શહેરની સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતાં ડોના વિલ્ડના કાંડાને 12 વર્ષ પહેલાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે બાદમાં તેઓ વેઇટલિફ્ટિંગ કરી શક્યાં નહોતાં. જોકે ઈજા છતાં તેઓ હિંમત હાર્યાં નહોતાં. તેમણે પ્લેન્ક કરવાનું શરૂૂ કર્યું અને ધીમે-ધીમે પ્લેન્કનો સમય વધારતાં ગયાં.

હવે તેઓ રોજ સરેરાશ ત્રણ કલાક સુધી પ્લેન્ક કરે છે. પ્લેન્ક સહેલી કસરત નથી. એમાં બન્ને પગની આંગળીઓ અને બન્ને હાથ પર આખા શરીરને ઊંચકી રાખવાનું હોય છે. તેમના રેકોર્ડને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ માન્યતા આપી હતી. ડોના કહે છે, નછેલ્લો એક કલાક અત્યંત વસમો રહ્યો હતો પણ મેં ફોકસ રાખ્યું હતું, જેના કારણે હું આ કરી શકી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement