For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં મૈત્રી કરાર કરનાર યુવતીને લાલપુરના ગોવાણા ગામના પાટિયા પાસે નડ્યો અકસ્માત: મૃત્યુ

01:17 PM Jun 08, 2024 IST | admin
ખંભાળિયામાં મૈત્રી કરાર કરનાર યુવતીને લાલપુરના ગોવાણા ગામના પાટિયા પાસે નડ્યો અકસ્માત  મૃત્યુ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ગોવાણા ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ની પાછળ બેઠેલી ખંભાળિયાની યુવતી નું ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. મૃતકે થોડા સમય પહેલાં બાઈક ચાલક સાથે મૈત્રી કરાર કરેલા હતા, અને ગોંડલ સગાઈ ના પ્રસંગમાં જતી વેળાએ માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો.]

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતી હર્ષાબેન નામની યુવતી, કે જેણે પોતાના પાડોશમાંજ રહેતા પરીક્ષિતભાઈ ભીખુભાઈ ભટ્ટ સાથે મૈત્રી કરાર કર્યા હતા, અને તેની સાથે રહેતી હતી.

દરમિયાન ગઈકાલે હર્ષાબેન અને પરિક્ષિતભાઈ, કેજો પોતાના નજીકના સંબંધી ગોંડલમાં રહેતા હોવાથી અને તેને ત્યાં સગાઈ નો પ્રસંગ હોવાથી બાઇકમાં બેસીને ખંભાળિયાથી ગોંડલ જઈ રહ્યા હતા. તેઓનું બાઈક લાલપુર તાલુકાના ગોવાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહયું હતું, દરમિયાન રસ્તામાં ખાડો આવતાં બાઈક ફંગોળાયું હતું, અને પાછળ બેઠેલી હર્ષાબેન નીચે પટકાઈ પડતાં હેમરેજ સહિતની ઇજા થઇ હતી.
જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે હર્ષાબેન ની માતા વ્રજ કુંવરબેન હરિભાઈ ઘેડિયાએ બાઈક ચાલક પરીક્ષિતભાઈ ભીખુભાઈ ભટ્ટ સામે ફરિયાદ નોંધાવતાં લાલપુર પોલીસે પરીક્ષિતભાઈ સામે ગુનો નોંધ્યો છે. જોકે તેને પણ સામાન્ય ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર અપાઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement