For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈઝરાયલના હુમલાથી સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનું ગાબડું

11:12 AM Apr 19, 2024 IST | Bhumika
ઈઝરાયલના હુમલાથી સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનું ગાબડું

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે એશિયાઈ બજારોમાં મોટા કડાકા નોંધાયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તીવ્ર ઘટાડો થયો છે જ્યારે રૂપિયો ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા 83.55ના નવા તળિયે ખુલ્યો હતો.

Advertisement

સેન્સેક્સ ગઈકાલના 72488 ના બંધ સામે આજે 489 પોઈન્ટ ઘટીને 72000ની સપાટી તોડી 71999 પર ખૂલ્યો હતો. બાદમાં વધુ ઘટાડો થતાં ગઈકાલમાં બંધથી 672 પોઈન્ટ તૂટીને 71816ના તળિયે પહોચી ગયો છે. નિફ્ટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 21995ના બંધ સામે આજે નિફ્ટી 134 પોઈન્ટ ઘટીને 21861 પર ખુલી હતી. બાદમાં વધુ વેચવાલી ના કારણે ગઈકાલના બંધથી 218 પોઈન્ટ તૂટીને 21777ના તળિયા સુધી પહોચી હતી. આજ ના ઘટાડાને લીધે ઇજઊ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.71 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.71 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે.

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરી મિસાઈલ હુમલો કર્યો છે. તેને લીધે પશ્ચિમી એશિયામાં હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે નવેસરથી ચિંતાના વાદળ ઘેરાયા છે. તેની વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજાર પર પણ વ્યાપક અસર જોવા મળશે. આજે ભારતીય શેરબજારમાં આ ઘટનાને લઈ અસર પણ જોવા મળી છે. શેરબજારમાં આશરે 500 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.

Advertisement

આ સાથે ક્રુડ ઓઈલના ભાવમાં પણ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને બેરલદીઠ ભાવ ફરી વખત 90 ડોલરને પાર થયા છે. ક્રુડના ભાવમાં 4 ટકાની તેજી જોવા મળી છે.
શેરબજારમાં રિયલ્ટી, પીએસયુ, ટેલિકોમ, આઈટી, પાવર, ઓઈલ-ગેસ, સેક્ટરના શેરોમાં સૌથી વધારે મંદી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ, એક્સિસ બેંક, નેસ્લે ઈન્ડિયા, તાતા મોટર્સ, એલએન્ડટી, એચસીએલ ટેકનોલોજી, એશિયન પેઇન્ટ, ટીસીએસ, વિપ્રો, બજાજ ફાયનાન્સ સહિતના શેરોમાં પણ વેચવાલીના દબાણ વચ્ચે મંદીમય માહોલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement