For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોમ્બની અફ્વાથી દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટનું અમદાવાદમાં લેન્ડિંગ

05:43 PM Jun 03, 2024 IST | Bhumika
બોમ્બની અફ્વાથી દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટનું અમદાવાદમાં લેન્ડિંગ
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ઇમજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અકાસા એર ફ્લાઇટ, જે દિલ્હીથી મુંબઇ જઇ રહી હતી. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ટીશ્યૂ પેપર પર બોમ્બ થ્રેડ લખેલું હોવાના કારણે ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું છે.

અકાસા એર ફ્લાઇટ QP 1719, 03 જૂન, 2024 ના રોજ દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી અને તેમાં 186 મુસાફરો, 1 બાળક અને છ ક્રૂ સભ્યોને સવાર હતા, ત્યારે સિક્યોરિટી એલર્ટ મળ્યું હતું.

Advertisement

સલામતી અને સુરક્ષાને પગલે પ્લેનને અમદાવાદ તરફ ટાયવર્ટ કરવામાં આવ્યું હતું. સાથે જ કેપ્ટન દ્વારા ઇમરજન્સીને લગતી તમામ જરૂૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને 10:13 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. લેન્ડિંગ બાદ ફ્લાઇટમાં સવાાર તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement