For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રીબડા અને શાપર-વેરાવળ નજીક બે કારખાનામાં આગ ભભૂકી ઊઠી

05:15 PM Jun 24, 2024 IST | Bhumika
રીબડા અને શાપર વેરાવળ નજીક બે કારખાનામાં આગ ભભૂકી ઊઠી
Advertisement

ગુંદાસરા પાસે કારખાનાની ભઠ્ઠીમાં અને શાપર નજીક કાસ્ટિંગના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ દોડી ગયો

રીબડા નજીક ગુંદાસરા પ્લોટમાં અને શાપર વેરાવળ નજીક ઢોલરા રોડ પર બે કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ રીબડા નજીક ગુંદાસરા પ્લોટમાં એકતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા અવધ ટેકનોકોલ નામના કારખાનામાં સવારે આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા કોઠારીયા ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ ઓઇલ કમ્પ્રેસરની ભઠ્ઠીમાં લાગી હતી. જેમાં ફાયર બિગ્રેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે કારખાના માલીક દક્ષાબેન ડાભી હાજર હતા. આગનું કારણ જાણવા મળ્યું નથી. જો કે સદનશીબે આગમાં કોઇ જાનહાની થઇ ન હતી.
જયારે બીજા બનાવમાં શાપર વેરાવળ નજીક ઢોલરા રોડ પર આવેલા મંગલ આયર્ન નામના કાસ્ટીંગના કારખાનામાં સ્ટોરરૂમમાં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે શાપર વેરાવળ ફાયર બ્રિગ્રેડના સ્ટાફે આગ બુઝાવી નાખી હતી. આગમાં કોઇ મોટુ નુકશાન થયું ન હોવાનું કારખાના માલીકે જણાવ્યું હતું. આગમાં કોઇ જાનહાની થઇ ન હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement