For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓવરલોડ વાહનો પર આરટીઓની તવાઇ 138 કેસ કરીને 20 લાખનો દંડ વસુલાયો

05:01 PM May 03, 2024 IST | Bhumika
ઓવરલોડ વાહનો પર આરટીઓની તવાઇ 138 કેસ કરીને 20 લાખનો દંડ વસુલાયો
Advertisement

એપ્રિલ મહીનામાં કુલ 1351 કેસ, સૌથી વધુ ઓવરસ્પીડ વાહનો દંડાયા

Advertisement

રાજકોટ આર.ટી.ઓ. વિભાગ દ્વારા એપ્રીલ મહીનામાં કુલ 1351 કેસ કરવામાં આવ્યા હતા અને આ પેટે કુલ અડધા કરોડનો દંડ વસુલ્યો હતો. આટીઓ દ્વારા ઓવર લોડ વાહન, મોટી સાઇઝના વાહનો ટેકસ ભર્યા વગર ચાલતા વાહનો રોડ સેફટીને લગતા, વીમા- ફિટનેસ વગર ચાલતા વાહનો પર અલગ અલગ કેસ કર્યા હતા. સૌથી વધુ ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના 515 કેસ કરવામાં આવ્યા હતા.

આ અંગે મળતી વિગતો પ્રમાણે આરટીઓ દ્વારા ઓવરલોડ વાહનના 138 કેસમાં 20,09,300 દંડ, ઓવર ડાઇમેન્સનના 55 કેસમાં 3,80,850 દંડ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 45 કેસમાં 45,00,00નો દંડ, ટેક્સ વગર ચાલતા વાહનોના 12 કેસમાં 4,32,715નો દંડ, રેડિયમ રેફલેકટર,અંડર એજ ડ્રાઇવિંગ,મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 115 કેસમાં 1,15,000 નો દંડ, ફિટનેસ,વીમા વગર ચાલતા વાહનના 34 કેસમાં 1,70,000 નો દંડ, હેલ્મેટ,સીટબેલ્ટ, પી યુ સી, વીમા વગર વાહન હાંકરનાર 213 કેસમાં 1,80,000 નો દંડ, ભય જનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડના 515 કેસમાં 10,29,500નો દંડ, ડ્રાઇવિંગ લાયસન્સર વિના વાહન ચલાવનાર 72 કેસમાં 1,44,000નો દંડ અને અન્ય ગુનાઓના 152 કેસમાં 79,500નો દંડ મળી કુલ 1351 કેસમાં 49,91,865નો દંડ વસુલાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement