For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયાના છાસિયામાં જૂની અદાવતમાં યુવાન ઉપર પિતા-પુત્ર પાઈપથી તૂટી પડયા

12:53 PM May 06, 2024 IST | Bhumika
વીંછિયાના છાસિયામાં જૂની અદાવતમાં યુવાન ઉપર પિતા પુત્ર પાઈપથી તૂટી પડયા
Advertisement

હુમલાખોર પિતા-પુત્ર વિરૂધ્ધ નોંધાતો ગુનો : ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

Advertisement

વિંછીયા તાલુકાના છાસિયા ગામે જુની અદાવતમાં યુવાન ઉપર પિતા-પુત્રએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોર પિતા-પુત્ર વિરૂધ્ધ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના છાસિયા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે ભટ્ટુ લીંબાભાઈ જોગરાજીયા નામનો 43 વર્ષનો યુવાન બપોરના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે માવજી લઘરા મકવાણા અને તેના પુત્ર મનસુખ માવજી મકવાણા નામના બન્ને શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી પાઈપ વડે હુમલો કર્યો હતો અને મનસુખ મકવાણાએ નાક ઉપર બચકા ભરી લીધા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે વિંછીયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોર માવજી લઘરા મકવાણા અને તેના પુત્ર મનસુખ માવજી મકવાણા વિરૂધ્ધ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement