For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવલેણ બનતો રોગચાળો: અઢી માસના માસૂમને તાવ ભરખી ગયો

04:46 PM Apr 18, 2024 IST | Bhumika
જીવલેણ બનતો રોગચાળો  અઢી માસના માસૂમને તાવ ભરખી ગયો

મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અનેક બીમારીઓના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે ગોંડલમાં અઢી માસના માસુમનું તાવની બીમારી મોત નીપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં ભગવતપરા હર ભોલે સોસાયટી મેઇન રોડ ઉપર આવેલી નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા પરિવારના જયવીર પીન્ટુભાઇ લાંબડીયા નામનો બે વર્ષનો માસુમ પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે ગોંડલ પોલીસને જાણ થતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી માસુમ બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

મૃતક જયવીર લાંબડીયા તેના માતા-પિતાનો આધાર સ્થંભ એકનો એક લાડકવાયો પુત્ર હતો. અને તાવની બીમારીમાં સપડાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement