For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રંગભૂમિના કલાકારોની મુંબઈમાં કાલથી જામશે ક્રિકેટ ટૂર્નામેન્ટ

12:46 PM Apr 30, 2024 IST | Bhumika
રંગભૂમિના કલાકારોની મુંબઈમાં કાલથી જામશે ક્રિકેટ ટૂર્નામેન્ટ
  • 10 ટીમોના 100 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા, ટીકુ તલસાનિયા, તન્મય વેકરિયા, સંજય ગોરડિયા સહિતના કલાકારો જોડાશે

છેલ્લા બે વર્ષથી ગુજરાતી રંગભૂમિના મુંબઈના કલાકારોને માટે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન થતું આવ્યું છે. તે જ શ્રેણીમાં આ વર્ષે તેની ત્રીજી સિઝન 1લી મેના રોજ થવા જઈ રહી છે. જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતો રહે છે. જે કલાકારો મંચ પર પોતાની આગવી કળા રજૂ કરતાં હોય છે તે હવે આ ટુર્નામેંટને કારણે ક્રિકેટના મેદાનમાં બેટિંગ અને બોલિંગ કરીને ક્રિકેટનો લાહવો પણ લઈ શક્યા છે.

Advertisement

રંગભૂમિ માટે સમર્પિત એવા ચિંતન મહેતા આ થિયેટર પ્રીમિયર લીગ (ઝઙક 2024) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતાં આવ્યા છે.નાટ્યક્ષેત્રના કલાકારો એક છત નીચે ભેગા થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટની શરૂૂઆત કરવામાં આવી હતી. જેમાં એક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, પ્રેઝેન્ટર, લાઇટ ઓપરેટર, મ્યુઝિક ઓપરેટર વગેરે જે રંગભૂમિ સાથે સંકળાયેલા છે તે સૌ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતા હોય છે.

આ વર્ષે સિઝન 3 માં ટોટલ દસ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. દરેક ટીમમાં 10 પ્લેયર હશે. એટલે કે કુલ 100 ખેલાડીઓ આ વર્ષે ભાગ લઈ રહ્યા છે. દસે દસ ટીમના નામ જાણીતા નાટકના નામ પરથી જ રાખવામાં આવે છે. કકેશ પ્રાઇઝ સાથે છ ઓવરની મેચ રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી પણ રાખવામાં આવે છે. પ્લસ જેટલા લોકો જોડાય છે તે સૌને મોમેન્ટો આપવામાં આવે છે. વિજેતાઓને પણ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Advertisement

જેમાં જિમીત ત્રિવેદી, અમિત સોની, વિનાયક કેતકર આ વર્ષે પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. તે ઉપરાંત આ વર્ષે સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, તન્મય વેકરિયા, કિરણ ભટ્ટ, ધર્મેશ વ્યાસ, ઉમેશ શુક્લા, જયેશ બારભાયા, ભરત ઠક્કર, વિશાલ ગોરાડિયા વગેરે જાણીતા કલાકારો પણ ભાગ લેવાના છે. વેન્યુ: આ વર્ષે આ આયોજન બોરિવલીના ગોરાઈમાં નાલંદા કોલેજના ટર્ફમાં રાખવામાં આવ્યું છે. આ વર્ષે આ મેચ 1લી મેના રોજ સવારે 7.00થી રાત્રે 10.00 કલાક સુધી રમવામાં આવનાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement