For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીર સાળીને હવસનો શિકાર બનાવનાર બનેવીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

05:35 PM Apr 29, 2024 IST | Bhumika
સગીર સાળીને હવસનો શિકાર બનાવનાર બનેવીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીર સાળીને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપી બનેવીને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની પીડીતાની માતાએ મોટી પુત્રીના પતિ એટલે કે તેના જમાઈ ભરત જગદીશભાઈ પ્રસાદ વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગત તા. 28/12/2019 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરત જગદીશભાઈ પ્રસાદની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ તપાસનીશ દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે કેસની પોક્સો અદાલતમાં સુનાવણી શરૂૂ થતાં પ્રોસિક્યુશન દ્વારા ડોક્ટર અને તપાસ કરનાર અધિકારીની જુબનીઓ લેવામાં આવેલી તેમજ પ્રોસિક્યૂશન દ્વારા દસ્તાવેજી પૂરવાઓમાં ફરિયાદીની ફરિયાદ, મેડિકલ સર્ટિફિકેટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી વકીલ દ્વારા લંબાણ પૂર્વકની દલીલ કરવામાં આવી હતી કે આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને આરોપી વિરુદ્ધ પ્રોસિકયુશન દ્વારા કેસ સાબિત કરવામાં આવેલો છે.

સાળી બનેવીના સબંધોને કલંક લગાડવાનું કૃત્ય કરેલુ છે. આરોપી સંતાનોનો પિતા હોવા છતાં સગીર વયની સાળી ઉપર નજર બગાડી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરેલુ છે. આવા ગંભીર ગુનાના આરોપી સામે જ્યારે ફરિયાદી અને ભોગબનનારે સોગંદ ઉપરની જુબાનીમાં બનાવની સંપૂર્ણ હકીકત જણાવેલ હોય તેમજ આરોપીએ ભોગ બનનાર ઉપર કરેલ દુષ્કર્મની હકીકત પોકસો અદાલતમાં તેની જુબાનીમાં જણાવેલી હોય અને આવા સમાજ વિરોધી ગુનામાં આરોપીને સખતમાં સખત સજા કરવા સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. પોકસો અદાલતના સેશન્સ જજ જે.ડી. સુથારે સોગંદ ઉપરની જૂબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને ધ્યાને લઇ આરોપી ભરત જગદીશભાઈ પ્રસાદને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા અને ભોગબનનારને રૂૂ.3 લાખનું વળતર ચૂકવવાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ જી. પીપળીયા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement