For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ મોરબીમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું

11:55 AM Apr 10, 2024 IST | Bhumika
કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ મોરબીમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું
  • તેનામાં હિન્દુ સંસ્કૃતિના લક્ષણ નથી તેથી કાફર પાકિસ્તાની નામકરણ કરાયું, પાટીદાર યુવાનો 15 કેસ દાખલ કરશે

કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટીપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માંગ કરી હતી છતાં માફી નહિ માંગતા આજે પાટીદાર મહા સંમેલન યોજાયું હતુંજેમાં કાજલ હિન્દુસ્તાની માફી ના માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહિ આપવા તેમજ કોર્ટમાં ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રણીઓ, સંસ્થા અગ્રણીઓ અને સિરામિક એસોના હોદેદારો સહિતના આગેવાનો મહા સંમેલનમાં જોડાયા હતા જે સમ્મલેનમાં કાજલ હિન્દુસ્તાની અભદ્ર ટીપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો અને પાટીદાર સમાજે એકસુરે માફીની માંગ કરી હતી જે મહાસંમેલન અંગે પાટીદાર અગ્રણી ટી ડી પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ કરેલ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં પાટીદાર સમાજે માફીની માંગ કરી હતી અને કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિંદુ દીકરીઓ પર જે વાણી વિલાસ કર્યો છે

જે હિંદુ સંસ્કૃતિના લક્ષણ નથી અને કાજલ હિન્દુસ્તાનીને કાફર પાકિસ્તાની નામકરણ કર્યું છે તેમજ જ્યાં સુધી માફી નહિ માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એકપણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરી હતીતો ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સરોજબેન મારડીયાએ જણાવ્યું હતું કે સુરતની સભામાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ પર જે ગંભીર આક્ષેપો કર્યા છે તે નિંદનીય છે આવી ઘટના મોરબીમાં બની જ નથી કાજલબેન પાસે સમાજે માફીની માંગ કરી હતી ભૂલ થઇ છે તે સ્વીકારી લો મોટા અગ્રણીઓ પોતાના નિવેદન પરત લેતા હોય છે તો તેઓ કેમ માફી માંગતા નથી ભૂલ સ્વીકારી માફી માંગે તેવી માંગ કરી છે ભૂલ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં વડીલો અને આયોજકો દ્વારા કાર્યક્રમ અપાય તેમાં સમાજની સાથે રહેશે.

Advertisement

તો સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે પાટીદાર દીકરીઓ પર ટીપ્પણી અંગે પાટીદાર સમાજે રેલી યોજી માફીની માંગ કરી હતી છતાં માફી નહિ માંગતા આજે મહાસમ્મલેન યોજાયું હતું માફી ના માંગે તો કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે આવનાર દિવસોમાં 15 જેટલા પાટીદાર યુવાનો કેસ દાખલ કરશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

Advertisement
Tags :
Advertisement
Advertisement