For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રંબામાં આવતીકાલે 2000થી વધુ સાધુ-સંતોનું મહાસંમેલન

05:03 PM Jun 10, 2024 IST | Bhumika
ત્રંબામાં આવતીકાલે 2000થી વધુ સાધુ સંતોનું મહાસંમેલન
oplus_2097152
Advertisement

દ્વારિકા શારદા પીઠાધિશ્ર્વર સદાનંદ સરસ્વતીજી, પૂ.મોરારિબાપુ, પૂ.કરશનદાસ બાપુ, પૂ.મુક્તાનંદ બાપુ, પૂ.શેરનાથ બાપુ, પૂ.કનકપુરી બાપુ સહિતના ધર્માતાઓ રહેશે હાજર

સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સંત ગોષ્ટીનું આયોજન

Advertisement

ગુજરાત સહિત દેશભરમાં સનાતન ધર્મ વિરુદ્ધની પ્રવૃતિ વધી રહી છે અને છાશવારે ધર્મ ઉપર હુમલા થઈ રહ્યા છે. સનાતન ધર્મ પ્રત્યે લોકો જાગૃત થાય અને બારતીય સંસ્કૃતિ સચવાય તેનું જતન થાય તે માટે સાધુ-સંતો દ્વારા બીડુ ઉપાડવામાં આવ્યું છે. આવતીકાલે રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે જેમાં 2000થી વદારે સાધુ-સંતો હાજરી આપશે.

આ અંગે ભરાડ સ્કૂલમાં યોજાયેલ પત્રકાર પરીષદમાં અખિલ ભારતીયસાધુ સમાજના પ્રમુખ અને ચાંપરડા ધામના પરમ પૂજ્ય મુક્તાનંબ બાપુએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મની રક્ષા થાય, ભારતીય સંસ્કૃતિનું જતન અને મુલ્યો સચવાઈ તે માટે સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટનું નિર્માણ કરવામા આવ્યું છે. આ સંસ્થા ધર્મ, શાસ્ત્રની રક્ષા કરવી, શાસ્ત્રોમાં ભેળશેળ થતી અટકાવવી તેનો અંકુશમાં રાખવા, ટુંકી દ્રષ્ટિીથી સનાતન ધર્મનું ખંડન કરતા હોય તેને સમજાવવા અને ધર્મનું મહત્વ સમજાવવું.

વધુમાં કહ્યું હતું કે, આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતનની સાધુ મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કરશે કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવી દેવતાને નીચા ચિતરવામાં આવ્યા છે. તેની સામે કાર્યવાહી કરાશે. ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ સંગઠન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠની રચના થશે તેમજ ધર્મ પરિવર્તનના વિષયમાં આ ટ્રસ્ટ કાર્યરત થશે.
વધુમાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મ સનાતન વિશે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના પર કાયદાકીય પગલા ભરવામાં આવશે. ધર્મને લગતા કોઈપણ પ્રશ્ર્ન સમાજમાં ઉભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસતા-ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરાશે. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ધાર્મિક સમસ્યાનો સાથે મળીને સરકાર સાથે સમસ્યાનો હલ કરવામાં આવશે.

કથાકાર હરિયાણી બાપુએ કહ્યું હતું કે, આવતીકાલે મંગળવારના રોજ સાંજે 4:30 કલાકે દ્વારિકાશારદાપીઠાધીશ્ર્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાશે જેમાં પૂ. મોરારીબાપુ, પૂ. કરશનદાસબાપુ, પૂ. વિજયબાપુ, પૂ. શેરનાથબાપુ, પૂ. કનકપુરી બાપુ, પૂ.નિર્મળાબા, કથાકાર રમેશભાઈ ઓઝા સહિતના 2000 સાધુ સંતો ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેશે. પત્રકાર પરિષદમાં શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, જતીનભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતાં.

દેશભરમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા પાઠશાળા ખોલાશે: મુક્તાનંદબાપુ
દેશભરમાં વિવિધ ભાષાનો ઉદય થઈ રહ્યો છે અને ભારતની સનાતન ધર્મની મુળ સંસ્કૃતિ અને ભાષા લૂપ્ત થઈ જાય છે ત્યારે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા અને તેને મજબૂત કરવા યુવાઓને વારસામાં મજબુત સાંસ્કૃતિ અને ભાષાકીય વારસો આપવા માટે દેશભરમાં સંસ્કૃત પાઠશાળામાં શરૂ કરાશે તેમ મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું.

ભારતભરમાં સનાતન ધર્મ સેવા સંસ્થાનની સ્થાપના કરાશે
સનાતન ધર્મની રક્ષા અને તેના મુલ્યોને જાળવવા, રક્ષા માટે ગુજરાતમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટની રચના કરવામા આવી છે. આગામી દિવસોમાં ભારતના દરેક ગામડા, તાલુકા અને જિલ્લામાં પણ ટ્રસ્ટની રચના કરવામા આવશે. અને તમામને કાર્યવાહી સોંપાશે.

અગ્નિકાંડમાં દાખલારૂપ સજા થવી જોઈએ : મુક્તાનંદ બાપુ
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડના હતભાગીઓને એક મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ અગ્નિકાંડ અને મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, રાજ્ય સહિત દેશભરમાં બીજીવાર આવી ઘટના ન બને તે માટે અગ્નિકાંડના જે કોઈ જવાબદાર છે તેને દાખલારૂપ સજા થવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement