For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયા તથા કોટડાસાંગાણીના રાજપરા(ગઢ) ગામેથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

01:14 PM Dec 06, 2023 IST | Sejal barot
વીંછિયા તથા કોટડાસાંગાણીના રાજપરા ગઢ  ગામેથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

વિંછીયા તથા કોટડા સાંગાણીના રાજપરા (ગઢ) ગામે પાન ફાકીની દુકાનમાં આયુર્વેદિક સીરપના જથ્થા સાથે મહિલા સહિત બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
ખેડા જીલ્લામાં આયુર્વેદિક પીણુ પીવાથી બનેલ બનાવ અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદિક પીણાના નામે નશાકારક સીરપનું વેચાણ કરતા તથા તેની સાથે સંકળાયેલા શખ્સો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગામી તા.10/12/23 સુધી ખાસ જુંબેશ રાખેલ હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં વિસ્તારમાં સધન પેટ્રોલીંગ રાખી પાન - ફાકીની ની દુકાનો કે અન્ય કોઇપણ જગ્યાએ આવી નશાકારક સીરપની વેચાણ થતુ હોય તો તાત્કાલીક રેઇડ કરી કાયદેસ કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુંસંધાને એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના સ્ટાફની બે ટીમો બનાવી જસદણ તથા ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે વિંછીયામાં ભરતભાઈ શામજીભાઇ રાજપરા (રહે, પાળીયાદ રોડ, શિવાજીપરા, વિંછીયા)ને તેની પ્રિયાંશી પાન કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી રૂૂ.11,850 ની કિંમતની 79 નંગ નશાકારક આયુર્વેદિક પ્રવાહિની પ્લાસ્ટીકની બોટલો સાથે ઝડપી લોધો હતો. જ્યારે કોટડાસંગાણીના રાજપરા (ગઢ) ગામે હરપાલ પાન કોલ્ડ્રીંક્સની દુકાનમાંથી રૂૂ.5,250 ની કિંમતની 37 નશાકારક આર્યુર્વેદિક પ્રવાહિની પ્લાસ્ટીકની બોટલો સાથે રસીલાબેન મિલનભાઇ કુમરખાણીયાને ઝડપી લીધી હતી. બન્ને કેસમાં રૂૂ.17,100 મુદામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement