For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં લાયસન્સ વગર ચાલતા 3 ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

01:41 PM Jun 08, 2024 IST | admin
મોરબીમાં લાયસન્સ વગર ચાલતા 3 ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

રાજકોટ અગ્નિકાંડબાદ રાજ્યભરમાં ગેમઝોન પર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને તમામ ગેમઝોન બંધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મોરબી ગ્રામ્ય મામલતદારના આદેશના પગલે બે મોટા ગેમઝોન પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બંને ગેમઝોનો લાયસન્સ વગર ચાલતા હોવાથી બંને ગેમઝોનના સંચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીની મામલતદાર કચેરીમાં મોરબી ગ્રામ્ય ઇન્ચાર્જ સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ ગણેશભાઈ ગામીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ થ્રિલ એન્ડ ચીલ તથા મોરબીના એસપી રોડ પર આવેલ લેવલઅપ બંને ગેમઝોન દ્વારા લાયસન્સ કે એન ઓ સી વગર ગેમઝોન ચાલુ કરવામાં આવેલ હોય જેથી કૌશિકભાઈ ગણેશભાઈ ગામીએ મોરબી રાજકોટ હાઇવે ઉપર પતરાના શેડ વાળુ ચિલ એન્ડ થ્રિલ ગેમઝોન ચલાવી માણસોની સલામતી જોખમાય તેવું કૃત્ય કરતા ગેમઝોન સંચાલક મિલન વલમજીભાઈ ભાડજા રહે.રામકો બંગલા પાછળ દેવપેલેસ ફ્લેટ, મોરબી વાળા તથા મોરબીના એસપી રોડ ઉપર લેવલ અપ નામનું બે માળનું ગેમઝોન ચલાવી માનવ જિંદગી જોખમમાં મુકનાર આરોપી પ્રિન્સ અમૃતલાલ બાવરવા રહે.રવાપર રોડ, શ્રવણસેતુ એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ આઇપીસી કલમ 336 તેમજ જીપી એકટ -135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ગેમઝોન સંચાલક વિરુદ્ધ જુદી - જુદી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી કંડલા બાયપાસ હાઈવે રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ ગેમઝોન ચલાવતા હોય જે ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોય જેથી આકાશભાઈ મહાદેવભાઈ પાવરાએ ગેમઝોન સંચાલક પ્રવીણભાઈ આર. હદવાણી રહે. દુર્લભ પાર્ટી પ્લોટ ભક્તિનગર સર્કલ કંડલા બાયપાસ રોડ મોરબીવાળા વિરુદ્ધ ઈપીકો કલમ -336 તથા જી.પી. એક્ટ કલમ -131(એ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement