સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

સસ્પેન્ડ TPO સાગઠિયાની ઓફિસમાંથી રૂા.18.18 કરોડનો દલ્લો મળ્યો

05:48 PM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રૂા.3.05 કરોડ રોકડા, 15 કરોડના સોનાના દાગીના અને બિસ્કિટ, બે લાખની ચાંદી, રૂા. 8.50 લાખની ડાયમંડ જવેલરી અને રૂા. 1.82 લાખની વિદેશી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ કબજે

રોકડ ગણવા માટે મશીન અને સોના-ચાંદીના દાગીનાના મૂલ્યની આકારણી માટે ઝવેરીઓની મદદ લેવાઈ

રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસ નં. 901માં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી 18 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત મળી હતી. જ્યાંથી રૂા. 3,05,33,500ની રોકડ તથા સોનાના દાગીના અને બિસ્કીટ સહિત 22 કિલો સોનું જેની કિમત 15 કરોડ, બે લાખની કિંમતના ચાંદીના દાગીના અઢી કિલો ગ્રામ, રૂા. 8.50 લાખની ડાયમંડ જવેલરી, રૂા. 1.82 લાખની કિંમતની અલગ અલગ દેશોની વિદેશી ચલણી નોટો રૂા.1.3 લાખની સોનાના પટ્ટાવાળી ઘડિયાર સહિત અન્ય ઘડિયાળો પણ કબ્જે કરાઈ હતી. રોકડ રકમની ગણતરી માટે મશીન મગાવવામાં આવ્યા છે. જ્યારે સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલની મુલ્યની આકરણી માટે ઝવેરીઓની મદદ લેવાઈ છે.

રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.

અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા આશરે 18 કરોડની કિંમતનો દલ્લો મળ્યો હતો. જેમાં 22 કિલો સોનું તથા ચાંદી, વિદેશી ચલણ અને સોનાના પટ્ટા વાળી ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot fireTRP Game zone Fire
Advertisement
Next Article
Advertisement