For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક... કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ગૃહમાં ઘુસ્યા, ટીયરગેસના સેલ મળી આવ્યા, જુઓ વિડીયો

01:42 PM Dec 13, 2023 IST | Bhumika
લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક    કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા શખ્સો ગૃહમાં ઘુસ્યા  ટીયરગેસના સેલ મળી આવ્યા  જુઓ વિડીયો

સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો ગૃહમાં ઘુસ્યા હતા. તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. આ બંને વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી દરમિયાન જે બે લોકો પ્રવેશ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદના નામે લોકસભા મુલાકાતી પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરથી બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા.

Advertisement

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેના કારણે ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધો અને સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ચોક્કસપણે સુરક્ષા ભંગ છે કારણ કે આજે આપણે 2001 માં તેમના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement