For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને મોટો ઝટકો! કોર્ટે કોર્ટે જામીન અરજી ફગાવી

06:22 PM Jun 25, 2024 IST | Bhumika
દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને મોટો ઝટકો  કોર્ટે કોર્ટે જામીન અરજી ફગાવી
Advertisement

જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાનાં મામલે ગણેશ જાડેજા સહિત પાંચના જામીન જૂનાગઢ કોર્ટ નામંજૂર કર્યાં છે. દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાને મામલે પોલીસે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 11 ઘરપકડ કરી હતી. ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીએ જામીન માટે જૂનાગઢ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે સુનવણી થતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

જુનાગઢના દલિત યુવાન સંજુ સોલંકીનાં અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

Advertisement

31 મેના રોજ દલિત યુવાન સંજય સોલંકીની ગણેશ જાડેજા અને તેના કેટલાક સાગરિતો સાથે વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગણેશ જાડેજા અને તેના સાગરીતોએ સંજય સોલંકીનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. આ અંગે સંજય સોલંકીએ પોલીસ ફરિયાદનોંધાવી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસે 3 જૂનના રોજ પ્રથમ જસદણના ત્રણ અને 6 જૂનના રોજ મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement