For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

42 વર્ષના ઢગાએ 17 વર્ષની તરુણીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતાં ધરપકડ

04:27 PM Jan 01, 2024 IST | Sejal barot
42 વર્ષના ઢગાએ 17 વર્ષની તરુણીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતાં ધરપકડ

150 ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક ચોકડી પાસે શહિદ સુખદેવસિંહ ટાઉનશિપમાં રહેતાં વનરાજસિંહ ધાંધલ (ઉ.વ.42)એ પુત્રીની ઉંમર જેવડી 17 વર્ષની તરૂૂણીની પજવણી કર્યાની ગાંધીગ્રામ-રે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી.
તરૂણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે તેની પુત્રીએ કહ્યું કે તે લીફટમાં આવતી હતી ત્યારે આરોપી પણ સાથે હતો. જેણે તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. થોડી વાર બાદ આરોપી ઘરે એડ્રેસ લેવાના બહાને આવ્યો હતો. તે વખતે તેની પાસે તેનો મોબાઈલ નંબર માગ્યો હતો. રાત્રે નવેક વાગ્યે તેની પુત્રી બગીચામાં બેસવા ગઈ હતી. બાદમાં તે પાર્કીંગમાં હતી. ત્યારે આરોપીએ આવી ફરીથી તેનો મોબાઈલ નંબર માગી ઈશારા કર્યા હતા. તે વખતે તેની પુત્રીએ ઈશારા કરવાની ના પાડી, મોબાઈલ નંબર આપવાનો પણ ઈન્કાર કરતાં આરોપીએ કહ્યું કે તારે મોબાઈલ નંબર આપવો જ પડશે, મારી સાથે પ્રેમસંબંધ પણ રાખવો પડશે. ત્યારબાદ આજે સવારે આરોપીએ
તેના પતિના મોબાઈલમાં કોલ કર્યો હતો.જે તેની પુત્રીએ રિસીવ કરી તેના કહેવાથી સ્પિકરમાં મુકી દીધો હતો. તે વખતે તેની પુત્રીએ પોતે એકલી હોવાનું કહેતા આરોપીએ નાસ્તો કરવા લઈ જવા બાબતે વાતચીત કરી હતી. એટલું જ નહીં આ વાત કોઈને નહીં કહેવા અને ધીમે બોલવા પણ કહ્યું હતું. આ રીતે તેની પુત્રીની સતત પજવણી કરી હોવાથી આખરે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement