For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના રૂપામોરાની 16 વર્ષીય તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

12:37 PM Apr 12, 2024 IST | Bhumika
ભાણવડના રૂપામોરાની 16 વર્ષીય તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

Advertisement

ભાણવડ તાબેના રૂપામોરા ગામે રહેતા રાજાકભાઈ રાણાભાઈ કાંટેલીયાની 16 વર્ષની તરુણ પુત્રી રિયાને છેલ્લા ચાર-પાંચ માસથી માથાનો દુઃખાવો રહેતો હોય અને તેણીને તડકો લાગવાના કારણે તેમજ ઉંચા અવાજના કારણે માથામાં દુઃખાવો થતો હોવાથી આ બાબતના લીધે કંટાળી જઈને તેણીએ ગઈકાલે ગુરુવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ રાજાકભાઈ રાણાભાઈ કાંટેલીયાએ ભાણવડ પોલીસને કરી છે.

_________________________

Advertisement

મેઘપર ટીટોડીના મહિલાએ અકળ કારણોસર આપઘાત કર્યો

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા જાનાબેન ડાડુભાઈ છૂછર નામના 45 વર્ષના મહિલાએ ગઈકાલે ગુરુવારે સવારના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ મૃતકના પતિ ડાડુભાઈ દેવશીભાઈ છૂછરએ કલ્યાણપુર પોલીસને કરી છે.

_________________________

મેવાસાના આધેડ ઉપર ધોકા વડે હુમલો કરવા સબબ મહિલા સહિત ત્રણ કૌટુંબિક શખ્સો સામે ફરિયાદ

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા કરસનભાઈ રણમલભાઈ ભીંભા ગામના 50 વર્ષના આહીર આધેડના ખેતરે જવા માટેનો રસ્તો આરોપી મુકેશ હમીરભાઈ ભીંભાની જમીનમાં થઈને નીકળતો હોવાથી આ બાબતે ફરિયાદી કરસનભાઈ તથા આરોપી મુકેશભાઈ વચ્ચે ઘણા સમયથી મન દુઃખ ચાલ્યું આવતું હતું. જે વચ્ચે ફરિયાદી કરસનભાઈનો પુત્ર તેમનું મોટરસાયકલ લઈ અને અહીંથી નીકળતા આરોપી કિશન હમીરભાઈ ભીંભા તથા ગીતાબેન કિશોરભાઈ ભીંભાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.

આ અંગે ભાણવડ પોલીસને જાણ કરવા નીકળેલા કરસનભાઈ રણમલભાઈને ચાલુ મોટરસાયકલે આરોપી મુકેશએ લાકડાનો ધોકો ફટકારી અને અન્ય આરોપી કિશોરભાઈ તથા ગીતાબેને બેફામ માર મારી લોહી લુહાણ કરી મુક્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી કરસનભાઈના ગુપ્ત ભાગે પાટુ મારીને મૂઢ ઈજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જો તેઓ હવે આ રસ્તે ચાલ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે દંપતિ સહિત તમામ ત્રણ આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

_________________________

સલાયામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક મંદિર પાસે મોડી રાત્રિના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા તાલબ રજાક ભગાડ, મુસ્લિમ હુશેન કેર, સબીર અબ્બાસ સુંભણીયા અને હુશેન મહેમુદ ભગાડ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 10,180 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

_________________________

માંઝાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતા દેવશી ખોડા રાણગા નામના 22 વર્ષના શાખાને પોલીસે રૂપિયા 5,600 ની કિંમતની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 14 બોટલ સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

_________________________

મીઠાપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા લલિત હાજા સિંગરખીયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં સુરજકરાડી વિસ્તારમાંથી મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 હેઠળ કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement