For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરાખંડમાં 13 વર્ષની સગીરા પર ગેંગરેપ, મર્ડર કરી લાશ રોડ પર ફેંકી

11:19 AM Jun 28, 2024 IST | admin
ઉત્તરાખંડમાં 13 વર્ષની સગીરા પર ગેંગરેપ  મર્ડર કરી લાશ રોડ પર ફેંકી
Advertisement

ભાજપ નેતાની સંડોવણી ખુલતા લોકોમાં ભારે રોષ

ઉત્તરાખંડમાં ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસમાં ભાજપના નેતાની સંડોવણી હજુ લોકમાનસમાં તાજી છે ત્યારે અહીં ફરી વાર ભાજપના એક નેતાની દરિંદગી લોકો ભારે આઘાત પામ્યાં છે. ભાજપ નેતા આદિત્યરાજ સૈની હરિદ્વારમાં 13 વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપ અને હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ આરોપી ભાજપ નેતા તેની લોહીથી લથપથ લાશને હાઈવે પર ફેંકીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

બીજી તરફ મામલો સામે આવ્યા બાદ ઉત્તરાખંડ ભાજપે આરોપી નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે તેમજ તેને ઘઇઈ કમિશનમાંથી પણ દૂર કરાયો છે.

13 વર્ષની સગીર બાળકી સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ પરિવારજનોમાં રોષ છે. મૃતક બાળકીની માતાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. માતાનું કહેવું છે કે 23 જૂનની સાંજે અમિત સૈની તેની પુત્રીને પોતાની સાથે લઈ ગયો હતો. મોડી રાત સુધી પુત્રી પરત ન આવતાં તેણે તેણીનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. અમિતે કોલ રિસીવ કર્યો. તેણે કહ્યું કે તેની પુત્રી થોડા સમય પછી પરત આવશે પરંતુ તે ઘરે પહોંચી ન હતી અને ફોન પણ બંધ હતો. માતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપી છેલ્લા છ મહિનાથી તેની પુત્રી પર લગ્નના બહાને બળાત્કાર ગુજારતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement