For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાના કારખાનામાં 10 વર્ષનો પુત્ર રેતીના ઢગલામાં દટાઈ જતાં મોત

12:34 PM Jun 25, 2024 IST | Bhumika
પિતાના કારખાનામાં 10 વર્ષનો પુત્ર રેતીના ઢગલામાં દટાઈ જતાં મોત
Advertisement

ગોંડલ નાં મોવિયા રોડ પર આવેલા સિમેન્ટ ના પીઢયા - પાપળા ના કારખાનામાં રેતી નો ઢગલો માથે પડતા દટાઈ જતા ગૂંગળામણ થી બાળકનું મોત નીપજ્યું હતું. મૃતક બાળક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રેતી ચોક થી મોવિયા રોડ તરફ જવાના રોડ પર સજન સિમેન્ટ નામે કારખાનુ ચલાવતા રઝાકભાઈ સુલેમાનભાઇ પતાણી નો 10 વર્ષ નો પુત્ર મહંમદ કારખાના માં રેતી ના ઢગલામાં રમતો હતો તે દરમિયાન અચાનક રેતીનો ઢગલો અકસ્માતે માથે પડતા બાળક રેતીના ઢગલામાં દબાઇ જતા ફસાયો હતો પરિવારજનો ને જાણ થતાં બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર રહેલ ડોક્ટરે મૃત હોવાનું પરિવારજનો ને જણાવ્યું હતું. સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. બનાવ નાં પગલે મોટી સંખ્યામાં સુમરા સમાજ ના આગેવાનો તેમજ સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
રઝાકભાઈ ને ત્રણ સંતાનો જેમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાના બાળક મહંમદ નું આકસ્મિક મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement