For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.9 અને 11ના છાત્રોનું હવે વર્ષ નહીં બગડે; નાપાસ થનારની ફરીથી પરીક્ષા લેવાશે

04:15 PM Jun 14, 2024 IST | admin
ધો 9 અને 11ના છાત્રોનું હવે વર્ષ નહીં બગડે  નાપાસ થનારની ફરીથી પરીક્ષા લેવાશે
Advertisement

ગુજરાત નિશિક્ષણ બોર્ડ દ્વારા નિયમોમાં ફેરફાર: પરીક્ષા લઇ આગળના વર્ષમાં પ્રવેશ આપવા સૂચના

તાજેતરમાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેસીયો વધતા શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે ધો.9 અને ધો.11માં નાપાસ થનાર છાત્રોને ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે વિદ્યાર્થીઓ બોર્ડના ડરથી નાસાપાસ ન થાય અને ડ્રોપ આઉટ રેસીયામાં ઘટાડો થાય તે માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ દાવો કર્યા છે.

Advertisement

વેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ગુજરાતભરની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જે મુજબ અનેક ફેરફારો કરાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ગ બઢતીનો નવો નિયમ જાહેર કરાયો છે. જે મુજબ ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈને આગળ પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે.

બોર્ડ દ્વારા વર્ગ બઢતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂૂ થઈ ગયું છે ત્યારે એક ધોરણ-10 માં બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત મુદ્દે બેદરકારી સામે આવી છે. ત્યાર બાદ હવે ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પંદર દિવસ બાદ ફરી પરીક્ષા લેવા માટે આદેશ કરાયો છે. સ્કૂલોએ ફરી નાપાસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. નવા નિયમ મુજબ, સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાની રહેશે. 33 ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે.એક તરફ ધોરણ 9 અને ધોરણ 11 માં એડમિશન અપાઈ ગયા છે અને શાળાઓ શરૂૂ થઈ ગઈ છે, ત્યારે ફરી પરીક્ષા બાદ પાસ થનારને કેવી રીતે પ્રવેશ આપવો તે અંગે શાળાની મૂંઝવણ વધી છે. સ્કૂલોએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે. આમ, શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયા બાદ રીટેસ્ટ અને નવા એડમિશન પ્રોસેસ શાળાઓના માથાનો દુખાવો બન્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement