For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશમાં સીએએ લાગુ થતા મોરબીમાં 900 શરણાર્થીઓને નાગરિકતા મળશે

12:53 PM Mar 12, 2024 IST | Bhumika
દેશમાં સીએએ લાગુ થતા મોરબીમાં 900 શરણાર્થીઓને નાગરિકતા મળશે

ગઈકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં નાગરિકતા સંબોધન કાયદો લાગુ દિધો છે મોરબીમા વસવાટ કરતા અંદાજે 900થી વધુ જેટલા પાકિસ્તાની શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા મળશે.આગામી લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (સીએએ) લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા સીએએનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement

ગઈકાલથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવી ગયો છે. સીએએ શું છે? સીએએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા દસ્તાવેજ વગરના બિન-મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે છે. એકવાર સીએએના નિયમો જાહેર થયા પછી મોદી સરકાર 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સતાવેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓ (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવાનું શરૂૂ કરશે. જેમાં મોરબીમાં પણ 1048 પાકિસ્તાની નાગરિકો શરણાર્થી બનીને જીવન ગુજારી રહ્યા છે. જેમાં મોરબી શહેર ઉપરાંત મકનસર, ધરમપુર, ટિમ્બડી, રંગપર, વાવડી અને પીપળી સહિતના વિસ્તારમાં હાલમાં પાકિસ્તાનથી આવેલા હિન્દૂ નાગરિકો વસવાટ કરી રહ્યા છે. મોરબીમાં વર્ષોથી વસવાટ કરતા હિન્દૂ શરણાર્થી એવા 1048 નાગરિકો પૈકી 48 નાગરિકોને સરકારના નિયમ મુજબ ભારતીય નાગરિકતા મળી ચુકી છે પાકિસ્તાનથી આવેલા બીજા 950 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળશે.

હાલમા મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકો વસવાટ કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે ક્ષત્રિય સોઢા દરબાર, આહીર, રબારી અનુસૂચિત જાતિ સમાજ, કોળી અને બ્રાહ્મણ કુટુંબોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement