For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેલ્સમેન દ્વારા રૂા.9 લાખની છેતરપિંડી

01:22 PM Jun 08, 2024 IST | admin
સેલ્સમેન દ્વારા રૂા 9 લાખની છેતરપિંડી
Advertisement

હર્ષદમિલની ચાલીમાં આવેલ ખીમજી રામદાસ ઇન્ડિયા પ્રા.લી. કંપનીમાં નોકરી કરતા સેલ્સમેને કંપનીની અલગ-અલગ પ્રોડકટ બારોબારી વેંચી આચરી છેતરપિંડી

જામનગર શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં બ્રાન્ચ ઓફીસ ધરાવતી ખીમજી રામદાસ ઇન્ડિયા પ્રા.લી. કંપનીના સેલ્સમેને રૂૂા.9.14 લાખથી વધુનો માલ વેંચી કંપનીમાં નાણાં જમા ન કરાવી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના હર્ષદમીલની ચાલી પ્લોટ નં.29 થી 31માં રાજા વોટરની બાજુમાં બ્રાન્ચ ઓફીસ ધરાવતી અને એરીયલ વોશીંગ પાવડર, ટાઇડ વોશીંગ પાવડર, હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ, પેન્ટીન શેમ્પુ સહિતની આઇટમોનું માર્કેટીંગ અને વેંચાણ કરતી ખીમજી રામદાસ ઇન્ડિશયા કાું.માં છેલ્લા 13 વર્ષથી સેલ્સમેન દીપકભાઇ મનજીભાઇ ગોહિલે જામનગરના અમુક વેપારીને માલ વેંચી અને અમુક વેપારી પાસેથી માલ પરત લઇ બારોબાર વેંચી તેમજ અમુક પ્રોડકટસ સસ્તા ભાવે વેંચાણ કરી રૂૂા.9.14.192 રકમ કંપનીમાં જમા ન કરાવી છેતરપીંડી આચરતા સૌરાષ્ટ્ર-કચ્છના સેલ્સ મેનેજર રૂૂપમભાઇ રજનીભાઇ ચૌહાણે સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement