For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અધધ.... શહેરીજનોએ એક વર્ષમાં 9.86 કરોડનો ટ્રાફિક દંડ ભર્યો

04:37 PM Jan 01, 2024 IST | Sejal barot
અધધ     શહેરીજનોએ એક વર્ષમાં 9 86 કરોડનો ટ્રાફિક દંડ ભર્યો

રાજકોટની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર ઉંધા માટે થઇ ગયું છે છતાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. જેમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન પણ જવાબદાર છે. શહેરના ચોકે ચોકે તીસરી આંખ રાખવામાં આવી હોવા છતાં આપણને કોણ જોવ છે તે રીતે શહેરીજનો વાહન ચલાવી છડેચોક ટ્રાફિક નિયમનનો ભંગ કરતા સીસી ટીવી કેમેરામાં કેદ થઇ જાય છે ત્યારે 2023ના એક વર્ષમાં શહેરીજનોએ ટ્રાફિક નિયમન ભંગ બદલ અધધ....9.86 કરોડનો દંડ ભયોં છે.
1 જાન્યુઆરીથી સમગ્ર ભારતમાં ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે ટ્રાફિક ડીસીપી પુજા યાદવે ટ્રાફિક નિયમન ભંગ બદલના આંકડા રજુ કર્યા હતા.
ટ્રાફિક નિયમતનો ભંગ બદલ 194564 કેસ કરવામાં આવ્યા હતા. જેઓની પાસેથી કુલ 9,86,13450 રૂપીયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
જયારે એક વર્ષમાં ટ્રાફિક બ્રાંચ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી 3895 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. 2022ની સરખામણીએ શહેરીજનોએ ટ્રાફિક નિયમન ભંગ બદલ દોઢો દંડ ભર્યો હતો જેના કારણે સરકારની તીજોરી ભરાઇ ગઇ છે.
2022માં ટ્રાફિક નિયમન ભંગ બદલ 1,17,735 કેસ કરવામાં આવ્યા હતા અને વાહન ચાલકો પાસેથી 6,96,92,900 રૂપીયા દંડ વસુલાયો હતો. જયારે 3332 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.
આ તકે ટ્રાફિક ડીસીપી પુજા યાદવે માહીતી આપતા જણાવ્યું હતું કે 2022માં કુલ 48 ટ્રાફિક અવરનેશના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેની સામે લોકોમાં જાગૃતતા આવે તે માટે ટ્રાફિક અવેરનોશની સંખ્યા બમણી કરી 2023માં કુલ 73 જેટલા કાર્યક્રમ રાખ્યા હતા જેમાં કુલ 12278 શહેરીજનોએ ભાગ લીધો હતો.
રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને એસ.ટી. વિભાગ દ્વારા સને-2023 દરમિયાન કુલ-24 સી.ઓ. ચેકીંગની કામગીરી કરી કુલ-703 બસો, ઇક્કો વાહન ડિટેઇન કરવામાં આવેલ છે જે ડ્રાઇવ સને-2022 દરમિયાન કરેલ કુલ- 18ની સાપેક્ષે કુલ-06 અને સને-2022માં ડિટેઇન કરેલ કુલ-545 કેસો કરતાં કુલ-158 વધુ છે. ટ્રાફિક શાખા દ્વારા શહેરી વિસ્તારના લોકોમાં માર્ગ સલામતિ અને ટ્રાફિક નિયમોનુ પાલન થાય તે હેતુથી રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમા સને-2023 દરમિયાન કુલ-10 વિશેષ મંથલી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ-20,511 કેસ કરી રૂૂ. 1,03,70,000 દંડ વસુલ કરવામાં આવેલ અને કુલ-477 વાહન ડિટેઇન કરવામાં આવેલ છે.
રાજકોટ શહેર ટ્રાફિક શાખા સને-2023માં વાહનોમાં જોખમી રીતે સામાન લઇ જતા, લર્નિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ, ભારે વાહન પ્રવેશબંધી જાહેરનામાંનો ભંગ કરતા, જોખમી રીતે સ્કુલ વાહન ચલાવતા, એરહોર્ન ડ્રાઇવ, દબાણ ડ્રાઇવ, ફુટપાથ ડ્રાઇવ, રીક્ષા પાર્કિંગ ડ્રાઇવ વિગેરે જેવી અન્ય વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા સને-2023માં કુલ- 08 ગ્રીન કોરીડોર બંદોબસ્ત કરવામાં આવેલ છે.

Advertisement

ટ્રાફિક સમસ્યા ઉકેલવા સર્કલ નાના કરાશે

રાજકોટની જટીલ બનતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એક પછી એક અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. જેમાં ઓવરબ્રીજ, ટ્રાફિક સીગ્નલની સાથો સાથ હવે આર.એમ.સી. સાથે સંકલનમાં રહીને ટ્રાફિક બ્રાંચ દ્વારા શહેરના સર્કલો નાના કરવા અથવા રૂટ કરવા અથવા ચાર રસ્તા પર અમુક ટ્રાફિક ન્યુસન્સ પોઇન્ટ શોધી તેને હટાવવાની કામગીરી શરૂ કરી છે.

Advertisement

ગત વર્ષમાં 19.63 કરોડના ઇ-ચલણ ઇસ્યૂ કરાયા

રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા એક વર્ષમાં સ્થળ પર પોલીસ દ્વારા જુદા-જુદા ટ્રાફિક નિયમનના ઉલ્લધન બદલ 1,94,524 કેસ કરી. 9.86 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો બીજીબીજું કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ દ્વારા 2023માં 19.63 કરોડના ઉ.ચલણ જનરેટ કરી વાહન ચાલકને મોકલી આપ્યા છે. 2022માં કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા 14.08 કરોડના ઇ.ચલણા ઇસ્યુ કરાયા છે. જોકેે ઇ.ચલણ ભરવામાં વાહન ચાલકો ભારે બેદકારી દાખવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement